Abhayam News
AbhayamGujarat

જૂનાગઢમાં નાના બાળક પર ફરી દીપડાએ હુમલો કર્યો

A leopard attacked a small child in Junagadh again

જૂનાગઢમાં નાના બાળક પર ફરી દીપડાએ હુમલો કર્યો જૂનાગઢ શહેરમાં આદમખોર દીપડાનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેને લઈ હવે વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે. આ દરમિયાન જુનાગઢમાં વધુ એક નાના બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ જુનાગઢમાં એક બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. જોકે દીકરાની માતા આ ઘટના જોઈ જતાં બાળકને બચાવી સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. 

A leopard attacked a small child in Junagadh again

જુનાગઢ શહેરના કિરીટનગર દોલતપરા વિસ્તારમાં એક બાળક પર દીપડાએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આસિર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે ફળિયામાં જ માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો હતો. જે બાદમાં ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મહત્વનું છે કે, દીપડાના હુમલાની ઘટનાને લઈ વનવિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને દીપડાને પકડી લેવા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે, જુનાગઢમાં આદમખોર દીપડાનો ત્રાસ સતત વધી રહ્યો છે. 8 દિવસમાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના છે. આ પહેલા ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં 11 વર્ષીય પાયલ નામની બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટના પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક બની હતી. નોંધનિય છે કે, દિવસને દિવસે વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર-નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો શું છે આ ‘કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ’

Vivek Radadiya

ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો

Vivek Radadiya

ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર…

Abhayam