મોહમ્મદ શમી અર્જુન એવોર્ડથી સન્માનિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શમી આ એવોર્ડ મેળવનાર 9મો ભારતીય પુરૂષ ક્રિકેટર છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમી અર્જુન એવોર્ડથી સન્માનિત
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે આ ખાસ ક્ષણને તેના સ્વપ્નને પૂર્ણ થતું ગણાવ્યું છે. શમીએ કહ્યું હતું કે જીવન પસાર થઈ જાય છે પરંતુ આ એવોર્ડ કોઈને મળતો નથી.
આ મારું સદ્ભાગ્ય છે કે મને આ મળવાનો છે. આ એવોર્ડ આજે શમીના હાથમાં આવી ચૂક્યો છે.
શમી અર્જુન એવોર્ડથી સન્માનિત
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતની ધરતી પર રમાયેલા વર્લ્ડ કપમાં શમીએ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈજાને લઈ ટીમ ઈન્ડિયાથી દુર મોહમ્મદ શમી ચર્ચામાં છે, તેને આજે દેશનો સૌથી મોટો એવોર્ડ મળ્યો છે. ભારતનો ફાસ્ટ બોલરને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.શમીનું આ સન્માન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુથી મળ્યું છે. શમી સિવાય અર્જુન એવોર્ડથી 25 અન્ય ખેલાડીઓને નવાજવામાં આવ્યા છે.
શમી બન્યો દેશનો ‘અર્જુન’
અર્જુન એવોર્ડ દેશનો બીજો એવોર્ડ છે. જે ખેલાડીઓને વર્ષના અંતે શાનદાર પ્રદર્શન પર મળતો હોય છે. આ વખતે શમીની પસંદગી કરવામાં આવી છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શનથી ટીમને વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચાડી હતી.તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ODI વર્લ્ડ કપ 2023માં જોવા મળ્યું હતું, જ્યાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે