દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો આજે બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ,અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત રાજ્યના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તો આજે બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ,અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી,વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, મહિસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના રહે તેવી સંભાવના છે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા,મહેસાણા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર બપોર બાદ વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે અમદાવાદમાં 22 ડિગ્રીથી 23 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો વડોદરામાં 20 થી 25 સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજકોટમાં 20 થી 24 સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ભાવનગરમાં 22 થી 25 સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો પોરબંદરમાં 20 થી 25 સુધી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…