હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને આજે એમને અહીં અઢળક ભેટો આપી છે. સાથે જ એમના સ્વાગત માટે આખી અયોધ્યા આવી પંહોચી હતી. અયોધ્યા ધામ રેલવે જંક્શન પર એમના સ્વાગત માટે ઘણી ભીડ એકઠી થઈ હતી.
હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
બાદમાં જ્યારે રોડ શો માટે પીએમ પંહોચ્યાં તો ત્યારે પણ રસ્તાની બંને બાજુથી એમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન એક એવા વ્યક્તિએ વડાપ્રધાન પર ગુલાબની પાંખડીઓ પણ વરસાવી હતી જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી.
બાબરી મસ્જિદના સમર્થક ઈકબાલ અંસારી પણ અયોધ્યાવાસીઓની ભીડમાં રસ્તાના કિનારે ઉભા હતા જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તલપાપડ હતા. કાફલો અન્સારી પાસે પહોંચ્યો કે તરત જ તેણે પીએમ મોદી તરફ ગુલાબની પાંખડીઓ વરસાવી હતી.
બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતા જોવા મળ્યા ત્યારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.