નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ખાતે બેઠક બાદ હાર્દિકે પોસ્ટ કરીને કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે
ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠક બાદ હાર્દિક પટેલની પોસ્ટ સામે આવી છે. બેઠક બાદ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં પાટીદાર આંદોલનને લઈ નિવેદન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે.
પાટીદાર અગ્રણીઓની બેઠકનો મામલો
બેઠક બાદ હાર્દિક પટેલની પોસ્ટ
“મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે”
કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…