‘ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’ શહેરમાં શુક્રવારે ન્યૂઝ18ગુજરાતી દ્વારા ખાસ કાર્યક્રમ ‘રાઇઝિંગ ગુજરાત’ (Rising Gujarat) યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની વિકાસગાથાની વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમની સાથે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.’ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’
‘ગુજરાતના છેવાડાના ગામ સુધી બેઝિક જરુરિયાત પહોંચી છે’
રાઇઝિંગ ઇન્ડિયાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અનેક મહત્ત્વની વાતો કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં અને હવે દેશમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. હવે ચૂંટણી પહેલા તમારે વિકાસ કેવી રીતે કરશો તે બોલવું જ પડે. ગુજરાતમાં પહેલા પાણી, રોડ રસ્તા, વિજળીની તકલીફ આ બધા વચ્ચે આપણે ઘણાં વિકાસ જોયા છે. આપણે પહેલાની સરખામણી કરીએ તો ખ્યાલ આવે કે ખરેખર રાઇઝ થવા માટે આપણી બેઝિક જરૂરિયાત છે તે ઘણીવાર મોટા શહેરો પૂરતી મર્યાદિત રહી જાય. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખા ગુજરાતના વિકાસની વાત કરવામાં આવી. આખા ગુજરાતને સાથે લઇને કઇ રીતે વિકાસ થાય તે વિચારીને વિકાસ કર્યો. આજે ગુજરાતના છેવાડાના ગામડા સુધી લાઇટ, પાણી રસ્તા સાથે બેઝિક વ્યવસ્થાઓ પહોંચાડવામાં આવી છે.
‘ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આ બધું થયું એટલે આપણને રાઇઝિંગ શબ્દનો વિચાર આવે છે. આજે આપણે વટથી ગૌરવભેર રાઇઝિંગ ગુજરાતનો કાર્યક્રમ કરી શકીએ છીએ. હવેના 25 વર્ષનો રોડમેપ પણ આજે તૈયાર થઇ રહ્યો છે. દેશને આવનારા સમયમાં આગળ કઇ રીતે લઇ જવું તે માટે ગુજરાત તૈયાર છે.
‘આ છે રાઇઝિંગ ગુજરાત.’
આવનારા વાઇબ્રન્ટ ગુજરાતમાં આવતા 25 વર્ષના રોડમેપ તૈયાર હોય તેવું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ચૂંટણી આવે એ પહેલા નોકરી નોકરી થતું હોય, ચૂંટણી જાય પછી નોકરીનો પ્રશ્ન ક્યાંય ન હોય. પરંતુ આપણે નોકરી આપવી છે. ડોક્ટરોની વાત કરીએ તો ગામડાઓમાં જે હેલ્થ સેન્ટરો છે ત્યાં ડોક્ટરો નથી. પરંતુ આ ડોક્ટરો કે નોકરી નથી તે અંગે કોઇએ વિચાર જ ન કર્યો પરંતુ નરેન્દ્રભાઇના આવ્યા પછી વિચાર આવ્યો કે, આપણે ડોક્ટોરની જે સીટો છે તે વધારીને સાત હજાર સુધી લઇ ગયા. આ છે રાઇઝિંગ ગુજરાત.
‘દેશની મોટી મોટી કંપનીઓ આજે ગુજરાતમાં’
વાઇબ્રન્ટ ગુજરાત નરેન્દ્રભાઇએ વર્ષ 2003માં શરૂ કર્યુ હતુ. આજથી 20 વર્ષ પહેલા ગુજરાત માટે આ વૈશ્વિક ઇવેન્ટ કરવી તે ઘણી મોટી વાત હતી. આ વાઇબ્રન્ટને કારણે આજે દેશની સૌથી મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે