Abhayam News
AbhayamGujarat

ડુંગળીના ભાવ ગગડ્યા-હરાજી બંધ

Onion prices fell - auction closed

ડુંગળીના ભાવ ગગડ્યા-હરાજી બંધ Rajkot Onion News: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માથે મોટી આફત આવી છે, વાવાઝોડું, વરસાદ બાદ હવે વધુ એક મોટી આફત ખેડૂતોના માથે આવી પડી છે. આ વખતે ખેડૂતોને હરાજી બંધ, નિકાસબંધી અને નીચા ભાવે ડુંગળીના ખેડૂતોને રડાવ્યા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, ડુંગળીના ખેડૂતોને રાજકોટમાં ‘પડ્યા ઉપર પાટુ’ જેવી સ્થિતિ પેદા થઇ છે. 

Onion prices fell - auction closed

રાજકોટમાં અત્યારે ખેડૂતો માટે ‘પડ્યા ઉપર પાટુ’ જેવી સ્થિતિ છે. હાલમાં જ સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી છે, આ કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં છે. મહામહેનતે પકવેલી ડુંગળી તેમને રડાવી રહી છે. હાલની સ્થિતિમાં હજારો મણ ડુંગળી ખેડૂતોના ખેતરોમાં પડી છે. એકબાજુ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ છે

ડુંગળીના ભાવ ગગડ્યા-હરાજી બંધ

તો વળી બીજીબાજુ તેમના ખેતરોમાં ડુંગળીનો મોટો જથ્થો પડી રહ્યો છે. ખેતરોમાં પકવેલી લાલપતિ ડુંગળી માત્ર ત્રણ કે ચાર દિવસ જ ટકી શકે છે, આ લાલપતિ ડુંગળી બે કે ત્રણ દિવસમાં ખેતરોમાં ઊગી નીકળે છે, પરંતુ ઉંચા ભાવનો અભાવ છે. ખેડૂતો આ ડુંગળી પકવવા માટે આખી સિઝન એટલે કે ચાર કે પાંચ મહિનાની મહેનત કરે છે અને તે હવે પાણીમાં ગઇ છે. એકબાજુ ડુંગળીના ભાવ 50 ટકા કરતાં પણ ગગડ્યા તો બીજીબાજુ યાર્ડોમાં હરાજી પણ બંધ છે. 

Onion prices fell - auction closed

સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોની તૈયાર થયેલી ડુંગળી ખેતરોમાં પડી છે, રાજકોટ જિલ્લાના લોધિકા સહિત તમામ તાલુકાઓમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયુ છે. ખેડૂતોની ચિંતા અને વ્યથા સાથેની વાત જાણવા માટે એબીપી અસ્મિતા રાવકી અને ખાંભા ગામે પહોંચ્યુ. 

Onion prices fell - auction closed

એક વિઘાદીઠ ડુંગળીમા ઉત્પાદન ખંર્ચ..

1. બિયારણ – 1800
2. રાસાયણિક ખાતર – 1700
3. રાસાયણિક દવા – 3500
4. નિદામણ અને મજૂરી ખર્ચ – 1500
5. ડુંગળી ઉપાળવાનો ખર્ચ – 1500
6. દીટામણ ખર્ચ – 3000
7. યાર્ડ સુધી વાહન ભાડું – 1700
8. ખેડ અને ટ્રેક્ટર વાવેતર ખર્ચ – 2000

કુલ ખર્ચ -16,700

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતના આ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારીને 50 રૂપિયા કરાયો.

Abhayam

National Games::ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતે જીત્યું ગોલ્ડ મેડલ

Archita Kakadiya

એરટેલ અને જિયોની વચ્ચે ફરી એકવાર મોટી ટક્કર

Vivek Radadiya