ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડ્યો ફરી ફરીને એ જ વાત સામે આવી કે કોંગ્રેસમાં સામાન્ય કાર્યકર, હોદ્દેદારો કે પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોઈને પણ ફાવતું નથી. છેલ્લા એક દાયકાથી જોઈએ તો નરહરી અમીનથી લઈને છેલ્લે ચિરાગ પટેલ, કંઈ કેટલાય નેતાઓ પક્ષનો સાથ છોડી ચુક્યા છે.
એક સમયે વિધાનસભામાં 149 બેઠક જીતનારી કોંગ્રેસ 17 બેઠક પર પહોંચી ગઈ. આવી અનેક વક્રતાઓનો સામનો કર્યા પછી પણ કોંગ્રેસમાં તેના જ નેતાઓને ફાવતું ન હોય તો એ હવે કોંગ્રેસે વિચાર કરવાનો કે દર વખતની જેમ ભાજપ ઉપર ધાકધમકી અને તોડજોડની રાજનીતિનો આરોપ મુકવો કે પછી આત્મમંથન કરવું. અત્યારે કેન્દ્ર સ્થાને પ્રશ્ન એટલો જ છે કે કોંગ્રેસમાં તેના નેતાઓને કેમ ફાવતું નથી જેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું.ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડ્યો
- ગુજરાતમાં કોંગ્રેસને 2022માં સૌથી ઓછી બેઠક મળી હતી
- રાજ્યમાં કોંગ્રેસની માત્ર 17 બેઠક હતી, હવે 16 બેઠક જ રહી
- કોંગ્રેસમાં તેના જ ધારાસભ્યોને કેમ ફાવતું નથી તે મહત્વનો સવાલ
ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. એક અઠવાડિયામાં બે ધારાસભ્યોએ પોતાનો પક્ષ છોડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસને 2022માં સૌથી ઓછી બેઠક મળી હતી. રાજ્યમાં કોંગ્રેસની માત્ર 17 બેઠક હતી, હવે 16 બેઠક જ રહી છે. કોંગ્રેસમાં તેના જ ધારાસભ્યોને કેમ ફાવતું નથી તે મહત્વનો સવાલ છે.
ચિરાગ પટેલના આરોપ શું?
આ બાબતે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને માત્ર વિરોધ કરવાની જ આદત છે. માત્ર હું નહીં, મારા સાથી ધારાસભ્યો પણ ગૂંગળામણ અનુભવે છે. કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ જનાધાર ગુમાવી રહી છે. કોંગ્રેસ બોલે છે કંઈક અને કરે છે કંઈક. આવનારા સમયમાં અન્ય સાથીઓ પણ કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન નહીં. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીના ઈશારે ચાલે છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ A.C. ઓફિસ, હોલમાંથી બહાર નિકળતું નથી. કોંગ્રેસને ઉઘરાણી સિવાય કંઈ આવડતું નથી.
`હાથ’ છોડનારા દિગ્ગજ
| નરહરિ અમીન |
| વિઠ્ઠલ રાદડિયા |
| જયેશ રાદડિયા |
| લીલાધર વાઘેલા |
| પરબત પટેલ |
| પૂનમ માડમ |
| દેવુસિંહ ચૌહાણ |
| રામસિંહ પરમાર |
| કુંવરજી બાવળિયા |
| રાઘવજી પટેલ |
| જવાહર ચાવડા |
| તેજશ્રી પટેલ |
| કમશી પટેલ |
| બળવંતસિંહ રાજપૂત |
| મંગળ ગાવીત |
| અક્ષય પટેલ |
| જે.વી.કાકડિયા |
| પ્રદ્યુમ્નસિંહ જાડેજા |
| સોમા પટેલ |
| પ્રવીણ મારુ |
| જીતુ ચૌધરી |
| બ્રિજેશ મેરજા |
| હીરા પટેલ |
| અશ્વિન કોટવાલ |
| હાર્દિક પટેલ |
| શ્વેતા બ્રહ્મભટ્ટ |
| ચિરાગ પટેલ |
અમિત ચાવડાનો વળતો આરોપ
બીજી તરફ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજીનામું આપનાર ધારાસભ્યના આર્થિક હિત સંકળાયેલા છે.ચિરાગ પટેલ પાસે રાજસ્થાનના અનેક સરકારી કોન્ટ્રાક્ટ છે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનથી ચિરાગ પટેલના આર્થિક હિત જોખમાયા છે. ચિરાગ પટેલ પાસે રાજસ્થાનમાં 150 કરોડ જેટલી રકમના સરકારી કામ છે.
ભાજપની સરકાર આવતા કોન્ટ્રાક્ટ બંધ થઈ જાય તેવો ભય છે. આર્થિક હિત જોખમાતા હોવાથી રાજીનામું આપ્યું હોય શકે છે. પોતાના આર્થિક હિતને સાચવવા કોંગ્રેસને બદનામ કરવામાં આવે છે. આર્થિક હિત સાચવવા ખંભાતની જનતા સાથે દ્રોહ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
