Abhayam News
AbhayamSports

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની હવે ફક્ત ફાઈનલ મેચ બાકી રહી છે

Only the final match of Cricket World Cup 2023 is left

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની હવે ફક્ત ફાઈનલ મેચ બાકી રહી છે હવે એ વાત તો નોંધનીય છે કે ભારતે આ વર્લ્ડ કપમાં સતત દસ મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ખરાબ શરૂઆત બાદ સતત આઠ મેચ જીતી છે. એટલે કે જોવા જઈએ તો બંને ટીમો શાનદાર ફોર્મમાં છે. ગ્રુપ મેચમાં બંને ટીમો પહેલી મેચ માટે સામસામે આવી ત્યારે ભારતે છ વિકેટે જીત મેળવી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમી સહિત તમામ ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ફાઈનલ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પર દબદબો જોવા મળી રહ્યો છે.

Only the final match of Cricket World Cup 2023 is left

ભારતીય ટીમે છેલ્લે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ તે 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિ-ફાઇનલ સ્ટેજથી આગળ વધી શકી ન હતી. હવે ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે ટ્રોફી લાવશે. હવે થયું એવું કે કોઈપણ રીતે, 12 વર્ષ પછી, 9 આશ્ચર્યજનક સંયોગો બન્યા છે જે દર્શાવે છે કે ભારત 2011ની જેમ આ વખતે પણ ખિતાબ જીતવામાં સફળ રહેશે. ચાલો જાણીએ આ વિશે

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની હવે ફક્ત ફાઈનલ મેચ બાકી રહી છે

  1. 2011 ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં, ભારતીય બોલરો – ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ, અને યુવરાજ સિંહ પાંચ વિકેટ્સ લીધા. હવે, 2023 વર્લ્ડ કપમાં, ભારતીય બોલરો – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ્સ લીધા.
  2. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં, ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલરે પોતાના જન્મદિવસ પર પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ વખતે પણ, 2023 વર્લ્ડ કપમાં, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શેનો જન્મદિવસ પર પાકિસ્તાન સામે સદી ફટકારી હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ઓશેનિયા પ્રદેશમાં આવે છે.
  3. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં, લેફ્ટ આર્મ સ્પિનર ​​યુવરાજ સિંહે આયર્લેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ્સ લીધા. આ વર્લ્ડ કપમાં, લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ સાઉથ આફ્રિકા સામે આવું કારણામું કર્યું હતું.
  4. 2010માં, ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી, અને 2022માં, ટી20 વર્લ્ડ કપ જીત્યો. પછી, 2023માં, ભારત ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માટે આવી હતી. 2011 અને 2023માં, ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઇનલમાં પહોંચી શકતી ન હતી.
  1. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં, આયર્લેન્ડે ઈંગ્લેન્ડ સામે 328 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. આ વર્લ્ડ કપમાં, પાકિસ્તાને શ્રીલંકા સામે 345 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો, જે વર્લ્ડ કપમાં એક રેકોર્ડ ચેઝ હતો.
Only the final match of Cricket World Cup 2023 is left
  1. વિરાટ કોહલીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં પણ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.
  2. ભારતે તેની છેલ્લી લીગ મેચ 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તે મેચમાં યુવરાજ સિંહે ચોથા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી અને તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. આ વર્લ્ડ કપમાં, શ્રેયસ અય્યરે પણ બંગાળેશ સામે બેટિંગ કરતા સદી ફટકારી થવામાં સફળ રહ્યો હતો.
  3. ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં આયર્લેન્ડના કેવિન ઓ’બ્રાયન સૌથી ઝડપી સદી (50 બોલ) ફટકારી હતી. હવે આ વર્લ્ડ કપમાં, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એડન માર્કરામે 49 બોલમાં સદી ફટકારીને ઓ બ્રાયનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારીને માર્કરામને પાછળ છોડી દીધો હતો.
  4. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામે ફાઇનલમાં અણનમ 91 રન બનાવીને ભારતીય ટીમને જીત તરફ દોરી હતી. ત્યારબાદ ધોની પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે આ વર્લ્ડ કપમાં, વિકેટકીપર કેએલ રાહુલે પણ રન ચેઝ દરમિયાન પાંચમા સ્થાને બેટિંગ કરીને 90થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. રાહુલે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 97 રન બનાવ્યા હતા.
Only the final match of Cricket World Cup 2023 is left

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

Vivek Radadiya

સુરત :-ફંગલ મ્યુકરમાઈકોસિસ રોગ ના દર્દી સાગર આઈસોલેશન સેન્ટરથી પર થી સાજા થઈને ઘરે ગયા.

Abhayam

વિશ્વ હિન્દુ પરિષદે લોકોને આપી ચેતવણી

Vivek Radadiya