Gautam Adani Net Worth: અદાણી ગ્રુપના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે અને તેઓ ફરી એકવાર ટોપ-20 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો છે. તેઓ ફરી એકવાર વિશ્વના 20 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થયા છે. મંગળવારે અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વધારો નોંધાયો હતો,
જેના કારણે તેમના ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે. આ વધારા બાદ, ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની ટોપ-20 યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમની નેટવર્થ 6.5 બિલિયન ડૉલર વધીને 66.7 બિલિયનને વટાવી ગઈ છે. અગાઉ તે આ યાદીમાં 22મા સ્થાને હતા.
Top 20 richest people in the world : ભારતીય (indian) અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ (Gautam Adani) વિશ્વના (world) ટોચના અમીરોની યાદીમાં ફરી સ્થાન મળ્યું છે. ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા વધારાને પગલે તેમણે ચાર સ્થાનો વટાવી દીધા છે. આ સાથે જ ગૌતમ અદાણીએ દુનિયાના ટોપ-20 અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી કરી લીધી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ 2.17 અબજ ડોલર એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
નોંધનીય છેકે ગૌતમ અદાણીની સંપતિમાં હિંડનબર્ગના રિપોર્ટ બાદ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો હતો. 24 જાન્યુઆરી 2023 બાદ ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા ઘટાડા પછી ફરી એકવાર તેમની સંપતિમાં અધધ વધારો નોંધાયો છે. આ બાદ અનુભવી રોકાણકાર GQG પાર્ટનર્સના CEO રાજીવ જૈન દ્વારા ગૌતમ અદાણીની કંપનીને સમર્થન મળ્યું હતું. જેનો લાભ આખરે ગૌતમ અદાણીને થતો જોવા મળી રહ્યો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે