Abhayam News
AbhayamBusiness

ગૌતમ અદાણીએ ખરીદી પ્રખ્યાત ન્યૂઝ એજન્સી

Gautam Adani bought a famous news agency

ગૌતમ અદાણીએ ખરીદી પ્રખ્યાત ન્યૂઝ એજન્સી અદાણી ગ્રુપે વધુ એક મીડિયા ગ્રુપ ખરીદ્યું છે. આ વખતે કંપનીએ ન્યૂઝ એજન્સીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. જેના કારણે હવે ગૌતમ અદાણી પાસે કુલ ટોટલ ત્રણ કંપની થઈ ચુકી છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં તેણે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદ્યું હતું, જે BQ પ્રાઇમ નામનું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણી ગ્રુપે NDTVમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

Gautam Adani bought a famous news agency

પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ન્યૂઝ એજન્સી IANS ઈન્ડિયાને ખરીદી લીધી છે. આ ડીલ બાદ મીડિયામાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત બની છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં તેણે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદ્યું હતું, જે BQ પ્રાઇમ નામનું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણી ગ્રુપે NDTVમાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

ડીલ કિંમત જાહેર કરી નથી

અદાણી ગ્રુપે IANS ન્યૂઝ એજન્સીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે તેની પેટાકંપની AMG મીડિયા નેટવર્ક્સ (AMNL)એ IANS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જો કે, અદાણી ગ્રુપે ડીલની કિંમતનો ખુલાસો કર્યો નથી.

Gautam Adani bought a famous news agency

મીડિયામાં વધી રહી છે અદાણી ગ્રુપની પકડ

ગયા વર્ષે માર્ચમાં, અદાણી ગ્રૂપે ક્વિન્ટિલન બિઝનેસ મીડિયાને ખરીદી હતી, જે કંપની ફાઇનાન્સ ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ BQ પ્રાઇમ ચલાવે છે. આ પછી ડિસેમ્બરમાં અદાણીએ NDTVને પણ ખરીદી લીધુ હતું. આ બંને કંપનીઓ પણ AMNL દ્વારા ખરીદવામાં આવી હતી. માહિતી આપતાં, AMNLએ કહ્યું કે તેણે IANS અને સંદીપ બામઝાઈ સાથે શેરહોલ્ડર કરાર કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.

AMNLની પેટાકંપની હશે IANS

ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે IANSનું સંપૂર્ણ નિયંત્રણ AMNL પાસે રહેશે. કંપની પાસે IANSમાં તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો અધિકાર હશે. હવે IANS એજન્સી AMNLની પેટાકંપની હશે.

Gautam Adani bought a famous news agency

કોમોડિટી ટ્રેડરમાંથી બિઝનેસ ટાયકૂન બન્યા અદાણી

ગૌતમ અદાણીએ 1988માં કોમોડિટી ટ્રેડર તરીકે બિઝનેસ શરૂ કર્યો હતો. આ પછી ધીમે ધીમે તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, એરપોર્ટ, એફએમસીજી, કોલસો, એનર્જી મેનેજમેન્ટ, સિમેન્ટ અને કોપર સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી. તાજેતરમાં અદાણી ગ્રુપે 5G ટેલિકોમ સ્પેક્ટ્રમ પણ ખરીદ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

Vivek Radadiya

નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

Vivek Radadiya

જાણો:-ગુજરાતની પહેલી મહિલા IPSની રસપ્રદ કહાની ..

Abhayam