Abhayam News
AbhayamNews

મિશન ૨૦૨૨ લઇ પાટીલના ગઢમાં ગાબડાં,જાણો એક અઠવાડિયા માં કેટલા કાર્યકર્તા જોડાયા આપ માં ?….

  • સુરતમાં 1000 તો મહેસાણામાં 2000 લોકો AAP માં જોડાયા.
  • શિક્ષિત અને યુવા વર્ગ વધારે આપ માં જોડાઈ રહ્યો છે
  • ભાજપના નારાજ અને અવગણના થતી હોય તેવા કાર્યકરો પણ આપ માં જોડાઈ રહ્યા છે.
  • 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ભાજપને પડી રહ્યો છે મોટો ફટકો

૨૦૨૨ ની ચુંટણી લઇ ને ગુજરાત માં ગરમા ગરમી નો માહોલ જોવા મળી રહ્યો છેછે .જેમાં મનપા ની ચુંટણી માં ૨૭ બેઠક પેર વિજય મેળવનાર આમ આદમી પર્ત્ય ના કામ જોઈન ને ગુજરાત માં એક જ અઠવાડિયા માં આશરે ૩૦૦૦ કરતા પણ વધુ કાર્યકર્તાઓ આમ આદમી પર્ત્ય માં જોડાયા હતા. જે આગામી ચુંટણી માં ભાજપા ને ખુબ મોટો ફટકો પડી શેકે તેમ છે .જે આગામી ચુંટણી માં ભાજપ ને મુશ્કેલી ઉભી કરી શકે છે.

વિધાનસભાની 2022 ની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને કેવી રીતે આકર્ષી શકાય તે માટે પોતાની રણનીતિ ઘડવાનો શરૂ કરી નાખ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે થોડાક સમય પહેલાં ગુજરાતમાં આવીને રણશિંગુ ફૂંકતા જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટ ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ના નેતૃત્વમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. શિક્ષિત લોકો ભાજપ-કોંગ્રેસની ગંદી રાજનીતિથી તંગ આવીને આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા ગાબડા પડ્યા છે. જેને લઇને ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો ગઢ ગણાતા મહેસાણા માં પણ હવે આમ આદમી પાર્ટી નું સંગઠન મજબૂત બની રહ્યું છે. મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીગ્નેશ પટેલના નેતૃત્વમાં પંદર દિવસ જેટલા સમયમાં 2000થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે ભાજપ માટે ખરેખર એક ખતરાની ઘંટી ગણી શકાય. જોકે હજુ પણ મહેસાણામાં ભાજપમાં મોટા ગાબડા પડી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરનાર ખાસ કરીને યુવા વર્ગને શિક્ષિત વર્ગ હોવાનું પણ જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ તારીખે ઓપન થશે Tata Technologies નો IPO

Vivek Radadiya

બજેટમાં આ બે મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે

Vivek Radadiya

શિક્ષણ બોર્ડના સચિવે આપ્યાં તપાસના આદેશ:-રાજ્યમાં વધુ એક પેપર લીક…

Abhayam