વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધિત કરી. દરમિયાન પીએમ મોદીએ ભાજપ મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આઝાદીના અમૃતકાળમાં આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સંમેલનની મોટી ભૂમિકા છે. આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા આવ્યા નથી. સત્તામાં બેસવા આવ્યા નથી. સત્તા આપણા માટે માધ્યમ છે. લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા કયા પ્રકારે આપણે જનતાની સેવા કરી શકીએ છીએ તે માટે આપણે કામ કરીએ છીએ.
લાંબા સમયથી શહેરોના વિકાસ માટે ભાજપ પર વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સામાન્ય નાગરિકનો સંબંધ જો સરકાર નામની કોઈ વ્યવસ્થાથી આવે છે તો પંચાયતથી આવે છે, નગર પંચાયતથી આવે છે, નગરપાલિકાથી આવે છે, મહાનગર પાલિકાથી આવે છે. તેથી આ પ્રકારના વિચાર-વિમર્શનુ મહત્વ વધી જાય છે.
આપણા દેશના નાગરિકોએ ખૂબ લાંબા સમયથી શહેરોના વિકાસ અંગે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. તેને નિરંતર જાળવી રાખવો, તેને વધારવો આપણા સૌની જવાબદારી છે. જમીની સ્તરથી કામ કરવુ તમામ મેયરોની જવાબદારી છે. શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને વિકાસ નક્કી થાય.

ગાંધીનગરના નભોઈ ખાતે ભાજપ કિસાન મોરચા આયોજીત નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં જે.પી.નડ્ડા હાજર રહીને સંબોધન કરશે. જે બાદ ગાંધીનગરમાં જ મેયર સમિટ કાર્યક્રમમાં હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા બપોર બાદ મિશન સૌરાષ્ટ્ર પર જશે. સૌરાષ્ટ્રની રાજનીતિના એપી સેન્ટર રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના મહા સંમેલનમાં જે.પી.નડ્ડા ભાગ લેશે.આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સાથે 15 હજારથી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ હાજરી આપશે. તો સાંજે મોરબીમાં જે.પી. નડ્ડા રોડ-શો કરશે.
જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ સાથે મોટી માત્રામાં કાર્યકરો અને આગેવાનો પણ જોડાશે.જે બાદ રાત્રે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજીત વિરાંજલી કાર્યક્રમમાં જે.પી. નડ્ડા હાજર રહેશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન રાજકોટ અને મોરબી જવાના છે.ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્ર એપિસેન્ટર અને સૌથી મહત્વનો વિસ્તાર ગણાય છે.સૌરાષ્ટ્ર પ્રાંતમાં જ સૌથી વધારે વિધાનસભાની બેઠકો આવેલી છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અને ગ્રામીણ મતદારોની નારાજગીને પગલે ભાજપને ઓછી બેઠકો મળી હતી. તો સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ છે.ભાજપ નેતાઓને મતભેદો ડામીને પાર્ટી માટે એકસંપ થઈ કામે લાગવાનું સૂચન રાષ્ટ્રીય અધ્યક્ષ કરી શકે છે. આ ઉપરાંત ભાજપ દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ત્રણ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ CM વિજય રૂપાણીના મત વિસ્તારમાંથી વધુ બેઠકો જીતીને મિશન 150ના સંકલ્પને સાકાર કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જોર વધતા જોરને લઈને પણ ભાજપ સતર્ક બન્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવા પ્રયાસ
ભાજપ નેતાઓને મતભેદો ડામીને પાર્ટી માટે એકસંપ થઈ કામે લાગવાનું સૂચન રાષ્ટ્રીય અધ્યક્ષ કરી શકે છે. આ ઉપરાંત ભાજપ દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. ત્રણ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ CM વિજય રૂપાણીના મત વિસ્તારમાંથી વધુ બેઠકો જીતીને મિશન 150ના સંકલ્પને સાકાર કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં જોર વધતા જોરને લઈને પણ ભાજપ સતર્ક બન્યું છે.