ગુજરાતની મહિલા સિંગરોએ પોતાના જાદુઈ અવાજથી નવરાત્રીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ મહિલા ગાયિકાઓએ પોતાના ગીતોથી ખેલૈયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ ભરી દીધો છે.
નવરાત્રીનો માહોલ જામી ચૂક્યો છે. તયારે યુવા હૈયાઓ ગરબાના તાલે થનગણાટ કરી રહ્યા છે. ગુજરાતમાં ઠેક ઠેકાણે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવલા નોંરતામાં ગુજરાતીથી લઇને હિન્દી સહિતના ગીતો ઉપર ખૈલયાઓ રમઝટ બાલી રહ્યા છે ત્યારે ગુજરાતની મહિલા સિંગરોએ પોતાના જાદુઈ અવાજથી નવરાત્રીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ મહિલા ગાયિકાઓએ પોતાના ગીતોથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ ભરી દીધો છે. તો અહીં અમે ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ મહિલા ગાયિકાના ટોપ ગીતો આપ્યા છે જેને સાંભળીને તમારું મન અને પગ થનગણાટ કરવા લાગશે…
ગીતા રબારી (Geeta rabari)
ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો.તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીતના કરોડોમાં ચાહકો છે. આ ઉપરાંત અન્ય ગીતોએ પણ લખો નાઈ પણ કરોડો ચાહકો ઊભા કરી ચૂક્યા છે.
કિંજલ દવે (Kinjal Dave)
કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે, જે એના ગીતો ઓ સાયબા, ગો ગો મારો ગોમ ધણી, ચાર બંગડી વાળી ઓડી અને સાંઢણી મારી વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થયા છે. કિંજલ દવે ગુજરાતમાં તો ધૂમ મચાવે છે સાથે સાથે વિદેશની ધરતી ઉપર પણ પોતાના ગીતો ચાહકોને તન અને મન ડોલાવે છે.
એશ્વર્યા મજુમદાર (Aishwarya Majumdar)
ઐશ્વર્યા મજુમદાર (જન્મ 5 ઓક્ટોબર 1993) એક ગુજરાતી ગાયિકા છે. તેણીએ 2007-2008ના મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા – છોટે ઉસ્તાદમાં 15 વર્ષની ઉંમરે જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર શોમાં જજ દ્વારા તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં તેણીએ અન્વેષા દત્તા ગુપ્તા સાથેની સ્પર્ધા જીતી હતી. તેણીએ હિમેશ રેશમીયાની ટીમ ‘હિમેશ વોરિયર્સ’માં મ્યુઝિક કા મહા મુકાબલામાં
અલ્પા પટેલ (Alpa Patel).
ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોક ગાયકોનો સિંહફાળો રહેલો છે. આવી જ એક લોક ગાયિકા છે અલ્પા પટેલ જે ઘણા વર્ષોથી લોકડાયરામાં સુરીલાં કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.અલ્પા પટેલે અનેક આલ્બમો બનાવ્યા છે.
કાજલ મહેરિયા (Kajal Maheria)
કાજલ મહેલિયાના ડાયરાની દુનિયામાં એક જાણિતું નામ છે. ગુજરાતી ગાયિકાઓમાં ટોપની ગાયિકાઓમાં નામ આવે છે. પોતાના આગવા ગીતોથી કાજલ ચાહકોને ડોલાવે છે. અત્યારે નવરાત્રીમાં પણ કાજલ મહેરિયા પોતાના ગીતોથી ખેલૈયાઓમાં અલગ પ્રાણ પુરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…