Abhayam News
AbhayamGujaratSocial ActivitySurat

શ્રી ખોડલધામ સમિતિ સુરત દ્વારા ‘શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ’નું આયોજન

સુરત માં તારીખ 15 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ અને બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામસમિતિ સુરત તેમજ મુખ્ય કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા દ્વારા સુરત ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે .

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સુરત શહેરમાં નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા.15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને ગરબે રમાડશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યૂલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. તેમજ મેડિકલ વોરિયર્સ તરીકે સ્વયંસેવકો જરૂર પડ્યે કઈપણ ઈમરજન્સી ઉભી થાય તેવા સંજોગોમાં સીપીઆર પદ્ધતિથી દર્દીને રાહત મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને સીપીઆર ટ્રેનિંગ શ્રી ખોડલધામના 600 સુધી વધુ સ્વયંસેવકોએ મેળવી હતી. જેથી ઇમરજન્સી મેડિકલ સમયે ઉપયોગી થઇ શકે.

શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેનું સ્થળ ગજેરા કંપાઉન્ડ , ઉતરાણ પાવર ની બાજુમા, મોટા વરાછા રાખેલ છે .ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ 2023 દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કિરણ ગજેરા, તેજદાન ગઢવી, વિશાલ દુધાત, વિજય પટેલ, ધવલ ગજેરા, દીક્ષી પટેલ પણ જોડાશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે શ્રી ખોડલધામ સમિતિ સુરત આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દુબઈ કમાવા જવું હોય તો ત્યાના કાયદા બરાબર સમજવા પડશે

Vivek Radadiya

ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં મધરાત્રે સુરતનાં સેવા સંસ્થાના આ ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.

Abhayam

ત્રણ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ

Vivek Radadiya