Abhayam News
AbhayamNews

LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઇડલાઇનના ઉડયા ધજાગરા …

  • પરીક્ષાર્થીઓ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા.
  • LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઇડલાઇનના ઉડયા ધજાગરા.
  • ક્યાંક માસ્ક તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ.
  • માસ્કના કડક નિયમોના ધજાગરા ઉડતા કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ.
  • રાજયના 11 શહેરનાં 58 સેન્ટરો પર આજે પરીક્ષા યોજવામાં આવી.
  • નર્સિંગ સ્ટાફની પરીક્ષા માટે આશરે 39 હજાર 500 પરીક્ષાર્થીઓ અલગ અલગ સેન્ટરો પરથી પરીક્ષા આપવા વિવિધ સેન્ટરો પર આવી પહોંચ્યા.

ગુજરાત માં કોરોના ની બીજી વેવ ધીમે ધીમે પૂરી થતી નજરે આવી હતી ત્યાં કોરોના ની ત્રીજી લહેર ને આમંત્રણ દ્રશ્યો નજરે ચડયા. પડેલી નર્સિંગ સ્ટાફની જગ્યાઓ ભરવા માટે આજે રાજ્યના 58 સેન્ટરો પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના કડક નિયમોના ધજાગરા ઉડતા કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાત ભરમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની ભરતી કરવા માટે છેલ્લા ઘણા સમયથી પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. કોરોના મહામારીના પગલે ભૂતકાળમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર મંદ પડતાં જીટીયુ દ્વારા રાજયના 11 શહેરનાં 58 સેન્ટરો પર આજે પરીક્ષા યોજવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ

Vivek Radadiya

14 જાન્યુઆરી 1992 PM મોદીએ ‘રામ પ્રતિજ્ઞા’ લીધી હતી

Vivek Radadiya

UPI દ્વારા ભૂલથી કોઈ બીજાના નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો  કેવી રીતે પાછા મળશે

Vivek Radadiya