Abhayam News
AbhayamNews

સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં આગ લાગતા મધરાતે દોડી ફાયરની ગાડીઓ:-જાણો પછી શુ થયું..

હાલમાં કાળઝાળ ગરમીને કારણે અનેક ઠેકાણે આગજનીના બનાવો બનતા હોય છે તાજેતરમાં ભરૂચ ની કોઈ હોસ્પિટલ માં લાગેલી આગમાં સોથી વધારે લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી જેને લઇને હવે મહાનગરો નું ફાયર તંત્ર ખૂબ જ સતર્ક બની ગયું છે ત્યારે આજે 3 મે 2021 ની રાત્રે 10:30 વાગે આજુબાજુ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ કે જ્યાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર છે, એનાથી થોડેક દૂર એક કચરાના ઢગલામાં એકાએક આગ લાગતા ભયનો માહોલ ફેલાયો હતો જેને લઇને સ્થાનિક રહીશોએ ફાયર વિભાગને કોલ કર્યો હતો.

કોવિડ કેર સેન્ટરની બાજુમાં આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગની ચારથી પાંચ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે ફાયર વિભાગની ગાડીઓના સંભાળતાની સાથે જ આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયોહતો. અને ક્યાંક આગની મોટી દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે કચરાના ઢગલામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેથી covid કેર સેન્ટરમાં રહેલા દર્દીઓમાં પણ થોડો ઘણો ભય ફેલાયો હતો, તો બીજી બાજુ ફાયર બ્રિગેડે આવીને આગ તરત જ બુઝાવી દીધી હતી અને ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના થઈ હતી.

આગ વખતે ક્યાક શોર્ટ સર્કિટ થયું છે કે કેમ તે તપાસવા માટે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ ના સંભળાવતા જ આસપાસના રહીશોમાં ભય નું મોજું ફેલાઈ ગયું હતું.

Related posts

નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ના માલિક કોણ છે ?

Vivek Radadiya

Maja Ma Trailer::માધુરી દીક્ષિતનો ગુજરાતી અંદાજ જોરદાર છે Maja Maનું ટ્રેલર

Archita Kakadiya

જુઓ અહીંયા:-આ એક કથાકાર કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ ની વ્હારે આવ્યા, કથા દરમિયાન રૂ. 1 કરોડ આપવાની જાહેરાત કરી..

Abhayam