Abhayam News
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી નેતાગીરી માટે ઝઝુમી રહી છે.કોંગ્રેસને કોઇ ઢંગનો નેતા ગુજરાતમાં મળતો નથી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ વર્ષની શરૂઆતમાં જ સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર પછી રાજીનામા આપી દીધા હતા. કોવિડ-19ની બીજી લહેરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના અચાનક અવસાનને કારણે પણ કોંગ્રેસનું સંકટ વધી ગયું છે.

છેલ્લાં ઘણા સમયથી હાર્દિક પટેલના નજીકના ગણાતા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે એટલે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે કે કોંગ્રેસથી હારી થાકી ગયેલો હાર્દિક પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જો કે અંગ્રેજી અખબાર ET સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે વ્યકિતગત કારણોસર કોંગ્રેસના પ્રદર્શનોમાં ભાગ લેતો નથી. સાથે હાર્દિકે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે મારા માટે કોંગ્રેસ  છોડવાનું કોઇ કારણ નથી. હું પાર્ટી નથી છોડી રહ્યો.

આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મોંઘવારી અને પેગાસસ જેવા મુદ્દાઓ સામે આંદોલનકારી કાર્યક્રમો આપીને કાર્યકરોને એકજૂટ કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસના અનેક નેતાઓ આવા મુદ્દા સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે. ગુજરાતમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી કાર્યક્રમને લીડ કરી રહ્યા છે, પરતું હાર્દિક પટેલ પુરી રીતે ગાયબ છે.

જોકે, હાર્દિકે પટેલ વારંવાર ખુલ્લેઆમ કહ્યું છે કે કોંગ્રેસના મોટા નેતાઓ તેને ગણકારતા નથી અને કંઇ કામ પણ આપતા નથી. તેમના પિતાના અવસાન પર પણ કોઇ નેતા તેમના ઘરે ગયા ન હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સિદ્ધાર્થ અને કિયારાએ ન્યુ યર સેલિબ્રેશનની તસવીર શેર કરી છે.

Vivek Radadiya

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માનો જવાબ

Archita Kakadiya

હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, યાંત્રિક ખામી નહીં પરંતુ આ કારણે બની હતી દુર્ઘટના…

Abhayam

1 comment

Comments are closed.