Abhayam News
AbhayamNews

જાણો કયો લીધો વિદ્યાર્થી હિત વિરોધ નો નવો નિર્ણય નર્મદ યુનિવર્સિટી એ..

  • નર્મદ યુનિવર્સિટીનો તઘલખી નીર્ણય.
  • કોલેજો શરતનું પાલન ન કરે તો વિદ્યાર્થીના પરિણામ રોકાશે.
  • કાયમી આચાર્ય, જમીન, મેદાન હોવા સહિતની શરતોનું પાલન કરવું પડશે
  • આચાર્ય મંડળના હોદેદ્દારોએ વિરોધ કરી નિર્ણય રદ કરવા માંગ કરી
  • યુનિવર્સિટીમાં સીધા જ પ્રવેશ લેનારા વિદેશી વિદ્યાર્થીઓની યુજી કે પીજી કોર્સની ફી એફઆરસી નક્કી કરશે
  • ઓનલાઇન પરીક્ષામાં પડતી તકલીફો દૂર કરવા શિક્ષકો પાસે તરત જ માહિતી મંગાવી
  • ડે કેર સેન્ટરમાં કામધેનુ, ચિલ્ડ્રન, સ્પોર્ટ્સની સાથે રાજ્યની સરકારી, સ્ટેટ અને સેન્ટ્રલ યુનિવર્સિટીનું કેન્દ્ર આપવું તથા વુમન સેલ અને એફવાયએસવાય સ્કોલરશિપનું પણ કેન્દ્ર આપવું
  • સી. ડી. પચ્ચીગર કોલેજમાં એમડીના હોમિયોપેથિક કોર્સ શરૂ કરવાની મંજૂરી
  • એડમિશન કમિટીમાં ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને લેવા
  • નવસારી પોસરા જમીન માટે અને એસએમસીને જગ્યા આપવા મામલે પણ ઘટતી કાર્યવાહી કરવી
  • એઇસી અને ASIP અલગ કરવા જેવા નિર્ણયો પણ લેવાયા હતા.

કોલેજોને નીચેની શરતો નું કરવું પડશે પાલન નહીતર વિધાર્થી ના પરિણામો રોકાશે.

 યુનિવર્સિટીની સિન્ડિકેટે ગુરૂવારે નિર્ણય કર્યો છે કે ત્રણ મહિનામાં શરતોનું પાલન નહીં કરનારી કોલેજોના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવા સાથે જ કોલેજો પાસેથી ડબલ એડમિશન ફી લેવી તથા તેના અધ્યાપકોને યુનિવર્સિટીના જુદા જુદા અધિકાર મંડળોથી દૂર રાખવા સહિતનાં પગલાં લેવાશે. અધ્યાપક અને આચાર્ય મંડળના હોદેદારોએ આ નિર્ણય રદ કરવા માંગ કરી છે.

કોલેજ પાસે પોતાની કે ભાડાની પાંચ એકર જમીન હોવી, કાયમી આચાર્ય અને કાયમી અધ્યાપકો હોવા, લાઇબ્રેરીની સુવિધા જરૂરી, લેબોરેટરી અને તેમાં જરૂરી સાધનો તેમજ કેમિકલ હોવા જરૂરી, સ્પોર્ટસનું મેદાન હોવું જોઇએ, ક્લાસરૂમ અને તેમાં બેંચ અને બોર્ડ જેવી પ્રાથમિક સુવિધા હોવી, કોલેજો પાસે પોતાનું બિલ્ડિંગ હોવું, અધ્યાપકોને પગાર સહિત આર્થિક લાભ આપવા, ફાયર સેફ્ટી, એનઓસી, બીયુટી સર્ટિ. હોવા જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સોનાના નામે ધાતુ પધરાવતી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી

Vivek Radadiya

IPL 2022: 4 ભારતીય દિગ્ગજો આવશે આમને-સામને,10 ટીમોના કેપ્ટન નક્કી…

Abhayam

PM નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપી સલાહ

Vivek Radadiya