Abhayam News
AbhayamNews

જાણો:- નરેશે પટેલે ખોડલધામની બેઠક બાદ શું કહ્યું..?

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના આંકડામાં રાહત જોવા મળી રહી છે ત્યારે  2022માં થનારી  વિધાનસભાની ચૂંટણીના પડઘમ થરૂ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં જેમનું સૌથી વધારે પ્રભુત્વ છે તેવા પાટીદાર સમાજના અગ્રણીઓની ખોડલધામ કાગવડ ખાતે બેઠક મળી હતી. લગભગ 6 મહિના પછી પાટીદાર સમાજના મોટા માથાઓ એક મંચ પર આવતા રાજકારણમાં જાતજાતની અટકળો શરૂ થઇ છે. બેઠકમાં પાટીદારોને રાજકારણમાં પ્રભુત્વ મળે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદારોની બેઠકને કારણે  મોટા રાજકીય નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. બધા પક્ષોની આ બેઠક પર નજર છે, કારણ કે પાટીદાર એવો સમાજ છે જે કોઇ પણ રાજકિય સમીકરણો બદલી શકે છે.

.ગુજરાતમાં પાટીદારોની સંખ્યા વધારે છે અને આ સમાજનું વર્ચસ્વ પણ છે. દરેક ચૂંટણી વખતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન અસર કરતું હોય છે. આ વખતે નરેશ પટેલે જે રીતે આમ આદમી પાર્ટીની કામગીરીના વખાણ કર્યા છે એ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની અટકળોએ જોર પકડયું છે.હવે આગામી દિવસોમાં પાટીદાર નેતાઓની શું રણનીતિ રહેશે તે સમય આવ્યે ખબર પડશે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાટીદાર સમાજ ઘણો મોટો છે અને દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ મળવું જોઇએ. પટેલે કહ્યું કે ગુજરાતમાં સ્વ. કેશુભાઇ પટેલ જેવા આગેવાન મળ્યા નથી.તેમણે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી (આપ) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. દરેક સમાજ એવું ઇચ્છતો હોય કે તેમના સમાજનો મુખ્યમંત્રી હોય તેમ પાટીદાર સમાજનો પણ મુખ્યમંત્રી હોવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયો નિર્ણય

Vivek Radadiya

Mission2022 તરફ AAP ની આગેકૂચ : બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 જેટલા આગેવાનો AAP માં જોડાયા

Abhayam

વાઇબ્રન્ટ સમિટ 2024

Vivek Radadiya