Abhayam News
AbhayamNews

જાણો:-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અર્થશાસ્ત્રનું પેપર કેવી રીતે લીક થયું..

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ પેપર લીક કાંડ બાબતે પણ રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરીને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને પેપર ફોડનાર માસ્ટર માઈન્ડની ધરપકડ કરીને છે.

રાજકોટ પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાબતે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

આ આરોપીઓમાં બાબરાની સરદાર પટેલ લો કોલેજના આચાર્ય દિલાવર ખુરેશી, બાબરાની સરદાર પટેલ લો કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરા, બાબરા સરદાર પટેલ લો કોલેજના પ્યુન ભીખુ સેજલીયા, વિદ્યાર્થી પારસ રાજગોર, વિદ્યાથી દિવ્યેશ ધડુક અને વિદ્યાર્થી એલીસ ચોવટિયાનો સમાવેશ થાય છે.

રાહુલ દ્વારા આ પેપરનો ફોટો આરોપી વિદ્યાર્થી દિવ્યેશ ધડુકને આપવામાં આવ્યો. ત્યારબાદ દિવ્યેશ પાસેથી આ ફોટો વિદ્યાર્થી એલીસ ચોવટિયાની પાસે ગયો હતો. અંતે આ પેપર તમામ વિદ્યાર્થીઓને મળી રહે એટલા માટે દિવ્યેશ નામના વિદ્યાર્થી દ્વારા આ પેપરનો ફોટો તેના વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસ દ્વારા જ્યારે આરોપોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, આ પપેર લીક બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સીપાલ દિવાવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

દીવાલાર ખુરેશીને ત્યાં ક્લાર્ક તરીકે કામ કરતા ભીખુ સેજલીયાએ દિલાવરની ઓળખાણ વિદ્યાર્થી પારસ રાજગોર સાથે કરાવી હતી. ત્યારબાદ પેપર આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

તેથી જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ પેપેર સરદાર પટેલ લો કોલેજની અંદર આવ્યા ત્યારે પ્રિન્સીપાલ દિલાવર દ્વારા ક્લાર્ક રાહુલ પંચાસરાને પેપરનો ફોટો પાડવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ક્લાર્ક રાહુલના માધ્યમથી આ પેપરનો ફોટો વિદ્યાર્થી પારસ રાજગોરને મોકલવામાં આવ્યો.

હાલ આ મામલે પ્રિન્સીપાલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસની 6 ટીમ બનાવવામાં આવી હતી અને તેમાં 6થી વધુ લોકોને નિવેદન લીધા હતા. આ મામલે લો કોલેજના પ્રિન્સીપાલની સંડોવણી ખુલતા તેમના દ્વારા અગાઉ કોઈ પેપર લીક કરવામાં આવ્યું છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

આ મામલે તમામ આરોપીની સામે IPCની કલમ 406, 420, 120(B), 409 અને IT એકટની કલમ નોંધવામાં આવી છે. પોલીસની તપાસમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, અગાઉ પણ સરદાર પટેલ લો કોલેજને કોઈ કારણોસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને રાજકોટના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયામાં બી.કોમ સેમેસ્ટર-3નું ફરી રહ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની સાથે તપાસમાં ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. પોલીસે સૌ પ્રથમ એલીસની અટકાયત કરીની તેની પૂછપરછ કરી અને ત્યારબાદ અન્ય એક વિદ્યાર્થીની પૂછપરછ કરતા સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સીપાલનું નામ સામે આવ્યું હતું.

આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજકોટ પોલીસે ખૂબ ઝડપથી કાર્યવાહી કરી તે બદલે તેમને અભિનંદન પાઠવું છું. આવતી કાલથી આ કોલેજની પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, કોલેજની માન્યતા રદ્દ કરવાની કાર્યવાહી પણ કરવા માટે કમિટી સમક્ષ ઠરાવ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા આપવાની માંગ

Vivek Radadiya

2024ના નવા વર્ષમાં અનેક લક્ષ્યાંક સાથે ભાજપ મક્કમ

Vivek Radadiya

જુઓ:-શિક્ષણમંત્રીના આ નિવેદનથી હાઇકોર્ટ નારાજ…

Abhayam