Abhayam News
AbhayamNews

દિલ્હી કોમી તોફાન કેસમાં ફસાયું ફેસબુક, જાણો સુપ્રીમ કોર્ટે આપ્યો શું આપ્યો મોટો ચુકાદો…

  • 2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટનો મામલો
  • સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યાં હતા
  • ઉપાધ્યક્ષ અજિત મોહને સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમમાં અરજી કરી
  • સુપ્રીમ અરજી ફગાવી, અજિત મોહનને સમિતી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો

દિલ્હી વિધાનસભાની શાંતિ સમિતિના સમનની સામે ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષ અજિત મોહનની અરજીને અધૂરી હોવાનું ગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

દિલ્હી તોફાન અંગે જારી થયેલા સમનની કેસની સુનવાણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની કમિટી પર પણ નિશાન સાધ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મોની પાસે શક્તિ અને તાકાત છે કે તેઓ દુનિયાભરના લોકોને પ્રભાવિત કરી શકે છે. ઘણા બધા સોશિયલ મીડિયા યૂઝર્સની પાસે કન્ટેનન્ટની સચ્ચાઈની જાણકારી મેળવવાનું કોઈ માધ્યમ ઉપલબ્ધ હોતું નથી. તેથી ફેસબુક પર થતી પોસ્ટ અને ત્યાં થનારી ડિબેટ્સ સમાજના ભાગલા પાડવાનું કામ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રક્રિયાની પારદર્શિતા પર પણ ભાર મૂક્યો છે.

દિલ્હી સરકારની સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યા હતા
ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા કોમી તોફાનો સાથે જોડાયેલી ફેસબુક પોસ્ટ અંગે પૂછપરછ કરવા માટે કમિટીએ તેમને બોલાવ્યાં હતા. અજિત મોહને દિલ્હી સરકારની સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી નાખી હતી. આ કેસની આજે સુનાવણી ચાલી હતી. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીને કોઈની પણ પૂછપરછ કરવા માટે રુબરુ બોલાવવાનો અધિકાર છે તેથી તેમણે પણ પૂછપરછ માટે હાજર થવું પડશે.


દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ 2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટના મામલે પૂછપરછ કરવા માટે ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષ અજિત મોહનને બોલાવ્યા હતા. પરંતુ અજિત મોહને રુબરૃ બોલાવવાની સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ આ અરજીને ફગાવીને તેમને સમિતી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં..

Deep Ranpariya

ગુજરાતના આ જિલ્લામાં સંક્રમણ વધતા 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન…

Abhayam

AMC એ શાળાઓને લઈ લીધો મહત્વનો નિર્ણય..

Abhayam

1 comment

Comments are closed.