ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ ગાંધીના ગુજરાતમાં આઝાદી બાદ પહેલીવાર દારૂબંધીમાંથી છૂટ આપવામાં આવી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને દારૂમાંથી છૂટછાટને અયોગ્ય ગણાવી છે. તો બીજી તરફ ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
‘ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે’
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તેમની લાઈફ સ્ટાઈલ અને ટેલેન્ટને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે. બિઝનેસ માટે વિદેશથી આવતા લોકો માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરાયો છે. આ નિર્ણયથી આવનારા દિવસોમાં ગિફ્ટ સિટીમાં વિદેશીઓની સંખ્યામાં વધારો થશે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ
અલ્પેશ ઠાકોરએ શુ કહ્યું ?
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં અલગ-અલગ રેસ્ટોરાં, હોટલમાં જેમ છૂટછાટ અપાઈ છે. એજ રીતે ગિફ્ટ સિટીમાં પણ વિદેશી મહેમાનો માટે છૂટ અપાઈ છે. સાથે જ કહ્યું કે ગુજરાતીઓને માટે કોઈ છૂટ આપવામાં આવી નથી. એવું નથી કે ગિફ્ટ સિટીમાં દારૂ પીને ફરી શકાશે. ચોક્કસ ધારાધોરણ અને માપદંડોને આધારે છૂટ આપવામાં આવી છે.
અમિત ચાવડાએ દારૂને મંજૂરી મુદ્દે નિવેદન આપ્યું
કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ દારૂને મંજૂરી મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, દારૂબંધી હોવાથી જ ગુજરાતની પ્રગતિ થઈ છે. ધંધા-વેપારને આકર્ષવા દારૂની છૂટ અયોગ્ય કહેવાય આ ડબલ એન્જીનની ભાજપ સરકારે હપ્તાખોરીને કારણે દારૂ, જુગાર, ડ્રગ્સની બદીઓ વધવા દીધી છે. આ નિર્ણયથી ધંધા-રોજગાર નહીં પણ બદીઓ વધશે. સાથે જ કહ્યું કે, ગુજરાતમાંથી પાછલા બારણે દારૂબંધીને હટાવવાના આયોજનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
લિકર પરમિટને રાઘવજી પટેલે આવકારી
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં લિકર પરમિટને કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલે આવકારી છે. રાજકોટમાં રાઘવજી પટેલે રાજ્ય સરકારના આ અભૂતપૂર્વ નિર્ણયને આવકારતા કહ્યું કે, ગિફ્ટી સિટીની જરૂરીયાતોને ધ્યાને લઈને વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી કરવામાં આવી છે.. વધુમાં કહ્યું કે, ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવતા હોવાથી નિર્ણય લેવાયો છે.. તો બીજી બાજુ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આ નિર્ણયને નિંદનીય ગણાવ્યો.. એટલું જ નહીં આકરા પ્રહાર કરતા કહ્યું કે, દારૂબંધીએ નશા નિવારણ ખાતામાં બદલવાનો સંકેત છે.. સાથે જ કહ્યું કે બુટલેગર સાથેની દોસ્તી આ નિર્ણયમાં સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે