Abhayam News
Abhayam

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને EXCLUSIVE જાણકારી

EXCLUSIVE information on drinking in Gift City

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને EXCLUSIVE જાણકારી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાને લઇને લીલીઝંડી મળ્યા બાદ ડ્રાય સ્ટેટના એક ખૂણામાં દારૂ પીવાના શું નિયમો હોઇ શકે તેને લઇને લોકોમાં અનેક મૂંઝવણ જોવા મળી રહી છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શુક્રવારે  નશાબંધી અને આબકારી વિભાગે દારૂ વહેંચવા અને પીવા પર મંજૂરની મોહર મૂકી છે. જો કે આ નિર્ણય બાદ ખાસ નિયમો અને કાયદાને લઇને લોકોમાં મૂંઝવણ સેવાઇ રહી છે. લોકોને સવાલ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીને બહાર જનાર વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે કારણ કે ગુજરાત   ડ્રાય સ્ટેટ હોવાથી અહી દારૂ પીને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાને લઈને EXCLUSIVE જાણકારી

ઉલ્લેખનિય છે કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં જાહેર  નોટિફિકેશન  જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો  તૈયાર થશે.         

મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1  લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને  FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગૌતમ અદાણી અને શરદ પવારે કરી બેઠક

Vivek Radadiya

રાજ્યના દરેક ગામમાં સ્થપાશે પિયત મંડળી

Vivek Radadiya

આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ

Vivek Radadiya