Abhayam News
AbhayamGujarat

જેરામ પટેલ મુદ્દે પાટીદાર આગેવાનોમાં ડખો

Dakho among Patidar leaders on Jeram Patel issue

જેરામ પટેલ મુદ્દે પાટીદાર આગેવાનોમાં ડખો Morbi Fake Toll Plaza : મોરબી ગેરકાયદે ટોલનાકા મુદ્દે હાલ એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વાત જાણે એમ છે કે, જગદીશ કોટડીયા અને ભરત લાડાણી નામના વ્યક્તિની ટેલિફોનિક વાતચીતમાં અમરશી પટેલને છોડાવવાની તજવીજ હોય તેવું સંભળાઈ રહ્યું છે. મહત્વનું છે કે, VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. 

Dakho among Patidar leaders on Jeram Patel issue

મોરબી ગેરકાયદે ટોલનાકા મુદ્દે આરોપી બનેલ અમરસી જેરામ પટેલને છોડાવવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યો છે. જેને લઈ પાટીદાર નેતાઓ વચ્ચેની ટેલીફોનીક વાતચીત વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં જગદીશ કોટડીયા અને ભરત લાડાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસે C સમરી ફાઈલ કરી દીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન દાખલ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. 

જેરામ પટેલ મુદ્દે પાટીદાર આગેવાનોમાં ડખો

મહત્વનું છે કે, રવિવારે પાટીદાર સંમેલન યોજાનાર છે. જેથી જેરામ પટેલ સામે પડેલા પાટીદાર આગેવાનો પર દબાણ કરવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે, જગદીશ કોટડીયા જેરામ પટેલના નજીકના ગણાય છે તો સાથે તેઓ સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ પણ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જગદીશ કોટડીયાએ દાવા સાથે કહ્યું કે, DySPને મળી આવ્યો છું, પોલીસ વડા C સમરી ભરીને અમરીશને મુક્ત કરશે. VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. 

રવિવારે રાજકોટ ખાતે બેઠક
મોરબી નકલી ટોલનાકામાં પાટીદાર આગેવાન જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે. આ દરમિયાન હવે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલ અને પાટીદાર આગેવાનોએ એક બેઠક બોલાવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં જેરામ પટેલના પુત્રનું નામ બહાર આવતા સમાજની બદનામી થઈ રહી છે. જેને લઈ હવે પાટીદાર આગેવાનોએ રવિવારે રાજકોટ ખાતે બેઠક બોલાવી છે. વિગતો મુજબ બેઠકમાં જેરામ પટેલના પુત્રના નામને લઈને સમાજની થઈ રહેલી બદનામી અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જેરામ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે.

શું છે સમગ્ર મામલો ? 
મોરબીના વાંકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. 

બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ફરી વતન ની વ્હારે: સુરત સેવા સંસ્થા દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર 100 જનરેટર મોકલ્યા…

Abhayam

ભારતીય ઈતિહાસના સૌથી સફળ PM છે નરેન્દ્ર મોદી

Vivek Radadiya

આ દેશ સમુદ્રમાં કરોડો ટન માટી નાખીને નવું શહેર બનાવવા જઈ રહ્યો છે..

Abhayam