Abhayam News
AbhayamEntertainment

શાહરૂખ ખાનને જોવા માટે આખું દુબઈ થયુ એકઠું, જુઓ વીડિયો

Entire Dubai gathers to see Shah Rukh Khan, watch video

શાહરૂખ ખાનને જોવા માટે આખું દુબઈ થયુ એકઠું, જુઓ વીડિયો શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડિંકી’ના પ્રમોશન માટે દુબઈ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે તેની ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે પહેલીવાર તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે

શાહરુખ ખાન પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તેમના ચાહકોની કોઈ કમી નથી તેના ચાહકો દેશ નહિ પરંતુ આખી દુનિયામાં છે. આવું અમે નહિ પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કહી રહી છે. કિંગ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ડંકીને લઈ છવાયેલ છે. પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે તે દુબઈ પહોંચ્યો છે.

શાહરૂખ ખાનને જોવા માટે આખું દુબઈ થયુ એકઠું, જુઓ વીડિયો

Entire Dubai gathers to see Shah Rukh Khan, watch video

સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ડંકીને પ્રમોટ કરવા શાહરુખ ખાન દુબઈ પહોંચ્યો છે. વીડિયોમાં શાહરુખ ખાનના ડ્રેસિંગ સ્ટાઈલને તમે જોઈ શકો છો. સાથે તેનો સ્વભાવ પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આજ કારણ છે કે, તે લોકોના દિલ પર રાજ કરે છે.

 ફિલ્મ ડંકીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

શાહરૂખ ખાને ‘ડિંકી’ના નવા ગીત ‘ઓહ માહી’ પર ડાન્સ કર્યો હતો. આ સાથે તેણે તેની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝુમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. શાહરૂખ બ્લેક ટી-શર્ટ, બ્લેક કાર્ગો અને બ્લુ ડેનિમ જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગે છે.જવાન અને પઠાણની બ્લોકબસ્ટર્સ બાદ હવે ચાહકો તેની ફિલ્મ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કિંગ ખાનને જોવા માટે આખું દુબઈ પહોંચ્યું

વીડિયો જોયા બાદ એવું લાગે છે કે,કિંગ ખાનને જોવા માટે આખું દુબઈ પહોંચ્યું. ચાહકો ફોટો અને વીડિયો પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે. વાત કરીએ ડંકીના એડવાન્સ બુકિંગની તો આ ફિલ્મે 24 કલાકમાં જ શાનદાર કમાણીનો આંકડો પર કરી દીધો છો. Sacnilkના ટ્રેડ રિપોર્ટ મુજબ ડંકીએ પહેલા દિવસે 1 લાખ 44 હજાર 830 ટિકીટ વહેંચાઈ છે. આ સાથે ઓપનિંગ ડે પર આ ફિલ્મે દેશભરમાં 4.46 કરોડના કલેક્શનનો આંકડો પાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

IPL: 2 નવી ટીમોની થશે એન્ટ્રી, આ ટીમો રેસમાં છે…..

Abhayam

રિવોલ્વિંગ હોટેલ પતંગ’ ફરી શરુ

Vivek Radadiya

અસલી સોનાને ટક્કર મારે એવું બગસરાનું સોનું

Vivek Radadiya