Abhayam News
AbhayamGujarat

નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે?

નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે? દરેક વ્યક્તિ પોતાના વાળ કાળા અને ઘટાદાર રહે તેવું ઈચ્છે છે. પણ ઉંમર વધવાને લીધે અથવા તો ખોટી ખાણી-પીણીને લીધે વાળ ખરવા લાગે છે અને ઘણી વખત નાની ઉંમરમાં જ ટાલ પડી જતી હોય છે.સમય જતાં જો તમે વાળનું ધ્યાન નથી રાખતાં તો ખાસ કરીને પુરુષોમાં યુવાનીમાં ટાલ પડી જાય છે. 

નાની ઉંમરમાં જ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ છે?

આ ડ્રિંક્સ પીતાં પહેતાં સાવધાન
જો તમે શુગરયુક્ત ડ્રિંક્સ પીવો છો તો તમને મોટું નુક્સાન થઈ શકે છે. સોડા, કોલ્ડ ડ્રિંક, શુગરી પેક્ડ જ્યૂસ વગેરે પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. જે નાની ઉંમરમાં જ તમારા વાળ અને મોઢા પર દેખાઈ આવે છે.આ પ્રકારનાં ડ્રિંક્સનું સેવન કરવાથી તમે યુવાઅવસ્થામાં જ ટાલનો શિકાર બની શકો છો.

શુગરી ડ્રિંક્સ હાનિકારક
વધુ માત્રામાં શુગરનું સેવન સીરમ ગ્લૂકોઝનું નિર્માણ કરે છે જે ઓવર એક્ટિવ પોલીઓલ પાથવે બનાવે છે. આ પાથવે એટલે કે માર્ગ શરીરમાં એ જગ્યા તરીકે ઓળખાય છે કે જ્યાં સમયજતાં ગ્લૂકોઝ ફ્રૂક્ટોઝ બની જાય છે.  આવી સ્થિતિમાં તમને ડાયાબિટીઝ થઈ શકે છે. 

ટાલ પડવાની શરૂઆત
રિસર્ચમાં ખુલાસો થયો છે કે શરીરમાં વધારે પડતાં એક્ટિવ પાથવેનાં લીધે વાળ પણ ખરવા લાગે છે. હાઈ ફેટ પ્રોડક્ટમાં શુગરની માત્રા વધારે હોય છે જે તમારા વાળનાં સ્વાસ્થ્યને બગાડે છે.જેના કારણે હેયરલોસ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જે ધીમે-ધીમે તમારા માથે ટાલ પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કાર્ગો પરિવહન માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય..

Abhayam

ધોરણ 9 થી 12 ની વિવિધ પરીક્ષાની તારીખો બદલાઈ…

Abhayam

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam