Abhayam News
AbhayamNews

DY.CM મનીષ સિસોદિયા આવતીકાલે ગુજરાત પધારશે, જાણો સમગ્ર કાર્યક્રમ ..

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત મુલાકાતે આવશે. 27 જૂન રવિવારના રોજ તેઓ સુરતની મુલાકાત કરશે. 27 જૂનના જૂનના રોજ તેઓ સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત સુરત એરપોર્ટ પર કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 કલાકે તેઓ સુરતના સર્કીટ હાઉસ પર જશે અને બપોરે 12 વાગ્યે રોટરી હોલ જીવન ભરતી સ્કૂલ નાનપુરા ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. ત્યારબાદ 4થી સાંજે 6 વાગ્યા સુધી રોટરી હોલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ સાથે બેઠક કરશે અને તેઓ સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટ જવા રવાના થશે.

મહત્ત્વની વાત છે કે, અગાઉ 24 જૂનના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવવાના હતા પરંતુ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે સુરત આવ્યા નહોતા અને તેમનો પ્રવાસ મોહૂફ રાખવામાં આવ્યો હતો. હવે તેઓ સ્વસ્થ થયા હોવાના કારણે રવિવારે 27 જૂનના રોજ સુરતની મુલાકાતે આવશે. સુરતમાં રવિવારના રોજ સામાજિક આગેવાનો અને ઉદ્યોગકારો આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, અગાઉ તેમનો પ્રવાસ સુરતમાં રાખેલો હતો પણ તેમના સ્વાસ્થ્યના કારણે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારે ખૂશી સાથે જણાવવાનું કે આ કાર્યક્રમ પાછો આયોજન થવા જઈ રહ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું સ્વાસ્થ્ય સારું થતા તેઓ આવતા રવિવારે સુરતમાં પધારી રહ્યા છે.

અગાઉ નિર્ધારિત કરવામાં આવેલા કાર્યક્રમો અનુસાર જ તેમનું સીડીયુલ રહેશે. સમય અને કાર્યક્રમ એ જ છે માત્ર તારીખ અને વાર બદલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કથા માં રાજકારણ:સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, ‘2022માં સાવરણો કંઈક તો સાફ કરશે..

Abhayam

આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો

Vivek Radadiya

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 

Vivek Radadiya

1 comment

Comments are closed.