જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાએ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. દાતારથી ઉપર નવનાથનાં ધુણાએ યજ્ઞનું આયોજન કરાયું હતું .તેમજ મહંત દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ઉંચાઇ ઉપર શસ્ત્ર પૂજન થયું હતું.
આજે દશેરાનું મહાપર્વ છે ત્યારે ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં નવનાથ સિદ્ધ 84 ના ધુણાની જગ્યાએ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી
જૂનાગઢમાં 2750 ફૂટ ઉપર દશેરાની ઉજવણી
દર વર્ષે અહીંના મહંત ભીમબાપુ દ્વારા દાતારની જગ્યાથી આગળ આવેલા આ નવનાથ સિદ્ધ 84 ના ધુણાની જગ્યાએ એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
આ સાથે આજે દશેરા નિમિત્તે ધુણા ખાતે ધ્વજારોહણના કાર્યક્રમ બાદ શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢમાં ઊંચાઈ પર આવેલા બે ધાર્મિક સ્થળો છે એક ગિરનાર અને બીજુ ઉપલા દાતાર. આજે ઉપલા દાતારની જગ્યા પણ હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ માટે કોમી એકતાનું પ્રતીક છે.
ત્યારે ઉપલા દાતારની જગ્યા પર આજે યજ્ઞ સાથે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આજે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસના આધુનિક તેમજ અત્યાધુનિક જે શસ્ત્રો છે, તે તમામ શસ્ત્રોની પૂજન વિધિ કરવામાં આવી હતી.