Abhayam News
Abhayam

સ્મશાનમાં 12 કલાકની ડ્યૂટી કરતાં પોલીસકર્મીએ દીકરીના લગ્ન ટાળ્યા ને જાણોશું કહ્યું.

  • રાકેશ કુમારની દીકરીના લગ્ન 7 મેના રોજ થવાના હતા, પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે હાલ લગ્નને ટાળવામાં આવ્યા છે
  • રાકેશ કુમારની દીકરીના લગ્ન 7 મેના રોજ થવાના હતા, પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે હાલ લગ્નને ટાળવામાં આવ્યા છે

પોલીસ (Police)ને જનતાની સેવક માનવામાં આવે છે. ખાકી યૂનિફોર્મ પહેરનાર સુરક્ષા માટે જવાબદાર પોલીસ ફોર્સને આ સન્માન એમ જ નથી મળી ગયું. દિલ્હી પોલીસ (Delhi Police)માં ASI રાકેશ કુમાર (Rakesh Kumar) જેવા પોલીસકર્મીઓએ આ વાતને સાબિત પણ કરી છે. હાલના સમયમાં કોરોના કાળ (Corona Pandemic)નો સામનો કરી રહેલા દેશમાં આંતરિક વ્યવસ્થાને ફ્રન્ટલાઇન વર્કર પોતાના જીવ જોખમમાં મૂકીને મજબૂત કરી રહ્યા છે. રસ્તાઓ, હૉસ્પિટલોથી લઈને સ્મશાન સુધી તેમની ઉપસ્થિતિ છે. આ મુશ્કેલ સમયમાં પોતાની ડ્યૂટી માટે રાકેશ કુમાર એ હદે સમર્પિત છે કે તેમણે પોતાની દીકરીના લગ્ન પણ પાછળ ધકેલવાનો નિર્ણય કર્યો છે.

ધ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, 56 વર્ષીય રાકેશ કુમાર ગત એક મહિનાથી રાજધાની દિલ્હીના સ્મશાનમાં દરરોજ ડ્યૂટી નિભાવી રહ્યા છે. 36 વર્ષથી પોલીસ ફોર્સ સાથે કામ કરી રહેલા રાકેશ કુમાર હજરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે, પરંતુ તેમને હાલ સ્મશાનમાં તૈનાત કરવામાં આવ્યા છે, તેઓ આ દરમિયાન પૂજારી અને દુઃખમાં ડૂબેલા પરિવારોની મદદ કરે છે..

રાકેશ કુમારની દીકરીના લગ્ન 7 મેના રોજ થવાના હતા, પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે હાલ લગ્નને ટાળવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, પીપીઇ કિટ અને ડબલ માસ્ક દરેક સમયે પહેરે છે, તો હું મારા પરિવારને જોખમમાં નથી મૂકવા માંગતો. અને અહીં એવા અનેક પરિવાર છે, જેમને અમારી મદદની જરૂર છે. હવે આ મારું કર્તવ્ય છે. હું અહીંથી કેવી રીતે જઈ શકું અને મારી દીકરીના લગ્ન કરાવી શકું?

Related posts

મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન,આ રસ્તાઓ રહેશે બંધ

Vivek Radadiya

ખીચડી 2નું ટ્રેલર જોઈ નહીં રોકી શકો હસવાનું

Vivek Radadiya

TMKOCની સોનુ એટલે કે ઝિલ મહેતાએ સગાઈ કરી લીધી છે. 

Vivek Radadiya