ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને નશાની લતમાં ચડાવી દેવા ઈન્ટરનેશનલ સ્તરે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ઈન્ડીયન નેવીએ NCBની મદદથી મધ દરિયેથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે.
ઈન્ડીન નેવીના પ્રવક્તાએ જણાવ્યું કે મધદરિયે એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીએ ઈન્ડીયન નેવીની સહાયથી મધદરિયે ઓપરેશન પાર પાડીને 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ઈન્ડીયન નેવી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં એવું જણાવાયું કે એનસીબીના અધિકારીઓએ ઈન્ડીયન નેવીની મદદથી 529 કિલો શુદ્ધ હશીશ અને કેટલીક માત્રામાં હેરોઈન ઝડપ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ થવા જાય છે. તેમણે કહ્યું કે એનસીબીને બાતમી મળી હતી કે મોટાપાયે દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. બાતમી મળતા સંયુક્ત ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ એક ખૂબ જ મોટી પાન-ઇન્ડિયા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ ઘણા દેશો સાથે સંકળાયેલી છે. જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઘણી છોકરીઓ પણ પકડાઈ છે. ડ્રગ્સની રિકવરી માટે એનડીઆરએફના ડાઇવર્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. ખૂબ જ અનોખી રીતે ડ્રગ્સનો જથ્થો ઘરો સુધી પહોંચી રહ્યો હતો.
2000 કરોડમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે આટલી મોટી ખેપ ક્યાંથી આવી અને કોણે મોકલી. એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
68 comments
Comments are closed.