શેરડીના ભાવમાં ધરખમ વધારો એક સમય હતો જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં શેરડીનું વાવેતર કરવામાં આવતું હતું. ઉત્પાદન પણ મોટા પ્રમાણ થતું હતું, પરંતુ ધીમે-ધીમે શેરડીના વાવેતરમાં પણ મોટા પ્રમાણ માં ઘટાડો થતો ગયો. જોકે શુગર મિલ બંધ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે. પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે. આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે.
શેરડીના ભાવમાં ધરખમ વધારો
બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો. તે પણ હવે બંધ થયો હોવાથી કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે. સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે. આ વર્ષે ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ 3500 મળવા લાગ્યા છે, જે સિઝન શરૂ થઈ ત્યારે ખૂબ જ ઓછા ભાવ હતા ત્યારે ખેડૂતોનું કહવું છે કે, સારી જમીનમાં શેરડીનું વાવેતર કરીએ તો 15થી 20 હજાર રૂપિયા પ્રતિ એક વિઘાએ ખર્ચ થાય છે. તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ એક વિઘા જમીનમાં માત્ર 20 ટન જેટલું થાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી શેરડી પકવતા ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ માત્ર 1700થી 1800 રૂપિયા મળતો હતો. આ ભાવ ખેડૂતોને પોષાતો ન હતો. આમ છતાં ખેડૂતો નુકશાની સ્વીકારીને પણ રાબડામાં પોતાની શેરડી આપવા મજબુર બનતા હતા.
બીજી તરફ, જેમ-જેમ શેરડીનું ઉત્પાદન ઘટવા લાગ્યું અને ગોળની બજાર વધવા લાગી, દિવાળીના સમયમાં ગોળની બજાર 20 કિલોના 550થી 600 રૂપિયા હતી. જે હાલ 700 રૂપિયાને પાર પહોંચી છે. વાવેતર ઓછું હોવાથી શેરડીની અછત સર્જાઇ છે. જેની સામે ગીરમાં 150થી વધુ ગોળ ઉત્પાદન કરતા રાબડા ધમધમી રહ્યા છે. ત્યારે ગોળ ઉત્પાદકો પણ કહી રહ્યા છે કે તેઓને ગોળના ભાવ યોગ્ય મળે તો ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં ભાવ આપી શકે, હાલ ગોળની બજાર સારી છે માટે શેરડીના ભાવ પણ સારા આપી રહ્યા છે.
આમ, ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. જયારે ગીર પંથકના ખેડૂતો માટે વધુ એક ખુશીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કારણ કે ગીરની ત્રણ સુગર મિલ બંધ પૈકીની કોડીનાર સુગર મિલ ફરી શરૂ થવા જઇ રહી છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા કોડીનાર શુગર મિલ આગામી વર્ષમાં કરશે, જેનો સીધો લાભ શેરડી પકવતા ગીરના ખેડૂતોને થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે