ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે CM ભૂપેન્દ્ર પટેલે કરી બેઠક CM ભૂપેન્દ્ર પટેલે ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.
ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે CM ભૂપેન્દ્ર પટેલે કરી બેઠક
ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 10થી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2014ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.
ભારત અને તિમોર લેસ્તે વચ્ચેની આ બેઠક મહત્વની
ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે, તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત-તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યુ હતુ કે ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.
ત્રણ દિવસ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ
નવા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024 ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કુલ 32 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ
4 વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે