Abhayam News
AbhayamNews

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય પક્ષમાં નેતાઓના રાજીનામાં પડવાની અને બીજા પક્ષમાં જોડાવાની રીત શરૂ થઈ ગઈ છે. ત્યારે પોરબંદરમાં ભાજપના ફટકો પડ્યો છે. પોરબંદરમાં ભાજપની કામગીરીથી નારાજ થઇને માલધારી સમાજના આગેવાન અને કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે.

ભીમા રબારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ભાજપની સાથે હતા. પણ અનુસુચિત જનજાતિના દાખલાને લઇને સરકારે અનેક મુશ્કેલી ઉભી કરી તેના માટે હું 200 કાર્યકર્તા સાથે રાજીનામું ધરું છું. આજે સૌરાષ્ટ્રમાં 12 સીટ અને આખા ગુજરાતમાં 60 સીટ આવે છે. તેમાં 2022ની ચૂંટણીમાં ભાજપને પરિણામ ભોગવવાનો વારો આવશે. અમારી સાથે જે અન્યાય થાય છે તેના માટે અમે 200 કાર્યકર્તાઓ ભાજપમાંથી રાજીનામું આપીએ છીએ.

પોરબંદર જિલ્લા રબારી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિત 200 કાર્યકર્તાઓએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. અનુસુચિત જનજાતિના દાખલા નહીં મળતા અને સમાજના કામો સહિતના અનેક મુદ્દે નારાજગી વ્યક્તિ કરીને ભીમા મકવાણા અને તેમના પરિવારના સભ્યો સહિત 200 જેટલા કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે. ભીમા મકવાણા ભાજપના અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ તેઓ માલધારી સમાજના પ્રમુખ છે. તેઓ ભાજપના કાર્યકર્તા હોવા છતાં પણ ભાજપ સરકાર સામે અનુસુચિત જનજાતિના દાખલાને લઇને આંદોલન પર પણ ઉતર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, માલધારી સમાજના વિદ્યાર્થીઓ અગાઉ LRDની પરીક્ષા મુદ્દે સરકારની સામે આંદોલન કરી ચૂક્યા છે અને ત્યારબાદ માલધારી સમાજ દ્વારા પોરબંદરમાં અનુસુચિત જનજાતિના પ્રામાણપત્રને લઇને એક વિશાલ રેલી પણ કાઢવામાં આવી હતી. આ આંદોલન સમયે ગાયક કલાકારો અને સમાજના આગેવાનો પણ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. ત્યારબાદ સરકારે આ બાબતે નિરાકરણ કર્યું હતું. પણ હવે ફરીથી અનુસુચિત જનજાતિના દાખલને લઇને વિવાદ વકર્યો છે અને ભાજપમાંથી માલધારીઓએ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી છે. 

મહત્ત્વની વાત છે કે, ભીમા માલધારીએ અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોને લઇને સરકાર સામે આંદોલન છેડ્યું હતું. તે સમયે સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવાની બાંહેધરી આપવામાં આપવામાં આવતા તેમને આંદોલન સમેટી લીધું હતું. સરકારની બાંહેધરી પછી પણ તેમણે પ્રમાણપત્રો ન મળ્યા હોવાના કારણે તેમને રોષ વ્યક્ત કરતા 200 કાર્યકર્તાઓની સાથે ભાજપની સાથે છેડો ફાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે

Vivek Radadiya

નડિયાદમાં ચાઇનીઝ દોરીથી 25 વર્ષથી યુવતીનું ગળુ કપાયુ

Vivek Radadiya

આ છે ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન

Vivek Radadiya