Abhayam News
Abhayam

‘ગૂગલ પે’ ટ્રાન્ઝેક્શન કરો ડિલીટ

g pay

‘‘ગૂગલ પે’ ટ્રાન્ઝેક્શન કરો ડિલીટ હાલના ડિજિટલ યુગમાં Google Pay દ્વારા ટ્રાન્સેકશન લગભગ મોટાભાગના લોકો કરતાં થઈ ગયા છે. કારણ કે આ સુવિધાના કારણે આર્થિક વ્યવહારો સરળ બની જાય છે. પરંતુ સ્વાભાવિક છે કે ગૂગલ પે દ્વારા થયેલા વ્યવહારની તમામ ટ્રાન્સેકશન એપ્લીકેશન પર જોવા મળે છે. પરંતુ જો તમારે આ હિસ્ટ્રી ડિલીટ કરવી હોય તો શું કરવું. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું. 

‘ગૂગલ પે’ ટ્રાન્ઝેક્શન કરો ડિલીટ

g pay

આ રીતે મિનિટમાં ગૂગલ પે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી કાયમ માટે ડિલીટ કરો

ગૂગલ પે ની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે બે રીતો છે.

  1. Google એકાઉન્ટ પર જાઓ > તેમાં સાઇન ઇન કરો.
  2. તમારા ફોનની સ્ક્રીનના ઉપરના ભાગમાં રહેલી ત્રણ જેટલી  આડી લાઇન પર ટેપ કરો.
  3. ‘Data and personalization’ પર ક્લિક કરો >પછી  ‘History Settings’  પર  જાઓ.
  4. હવે નીચે સ્ક્રોલ કરો અને તમામ Google સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે ‘Web and App Activity’ પસંદ કરો.
  5. સર્ચ બાર પર રહેલી ત્રણ-લાઇન પર ફરીથી ટેપ કરો જે બાદ ‘Other Google Activity’ પસંદ કરો.
  6. Google Pay અનુભવ હેઠળ રહેલું ‘Manage Activity’ પર ક્લિક કરો.
  7. એકવાર ડિલીટ કર્યા બાદ ‘ડ્રોપ ડાઉન’ પર ટેપ કરો. અહીં યુઝર્સ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના ચોક્કસ વિકલ્પો પસંદ કરી શકે છે જેને તેઓ ડિલીટ કરી શકે છે. આ ઉપરાંત ઉપયોગકર્તાને અહીં ‘કસ્ટમ રેન્જ’ ‘છેલ્લો દિવસ’ ‘છેલ્લો કલાક’ અથવા ‘ઓલ ટાઇમ’ જેવા ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. વપરાશકર્તાઓ પાસે ટૂંકા ગાળા માટે વ્યવહાર ઇતિહાસને કાઢી નાખવાનો વિકલ્પ પણ છે.
  8. 9) એકવાર તમે વિકલ્પ પસંદ કરી લો, બાદમાં ફક્ત ‘ડિલીટ’ પર ટેપ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરી લો. જે બાદ તમારા  ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને અપડેટ્સ થવામાં લગભગ 12 કલાકનો સમય લાગશે. જોકે ઉપર આપેલા વીડિયો દ્વારા તમારે સરળતાથી તમારી હિસ્ટ્રી ડિલીટ કરી શકશો.

દેશના લોકો માટે ગૂગલ પે આજના સમયમાં એક મોટી જરૂરિયાત બની ગઈ છે. લગભગ આપણે તમામ લોકો  ગૂગલ પે વડે જ આપણો સંપૂર્ણ આર્થિક વ્યવહાર કરતાં થયા છીએ. આ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પરિવાર, મિત્રો અને સ્થાનિક સ્ટોર્સ અને તમારા વચ્ચેના પૈસાની લેવડ-દેવડની દરેક વિગતો રાખે છે પરંતુ હવે આ હિસ્ટ્રી જો તમારે ન રાખવી હોય તો ?

જો કોઈ યુઝર આ ફીચર એટ્લે કે હિસ્ટ્રી રાખવા નથી માગતા તો તેઓ ગૂગલ પે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને દૂર કરી શકે છે. જેના માટે ઉપયોગકર્તાએ  અધિકૃત Google વેબસાઇટ પર જય નાની પ્રોસેસ કરવાની રહેશે. જેના દ્વારા તમે આ સમગ્ર હિસ્ટ્રી તમારા ટ્રાન્ઝેક્શન વડે કાઢી શકો છો.

ગૂગલ પે પર તમામ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે સરળ રીત છે. અહીં જે વીડિયો આપવામાં આવ્યો છે. જેના દ્વારા તમે સરળતા થી તમારી ગૂગલ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?

Vivek Radadiya

PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર

Vivek Radadiya

રાજ્ય બન્યું ઇકો ફ્રેન્ડલી

Vivek Radadiya