સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપી આપવામા આવશે નહીં. પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે તેથી પાલિકા પેન ડ્રાઈવમાં બજેટની કોપી આપવામા આવશે તેનો ઉપયોગ કરીને સ્થાયી સમિતિમાં સભ્યો બજેટ પર ચચા કરશે.
સ્થાયી સમિતિમાં જે રીતે બજેટની સોફ્ટ કોપી આપવામા આવી છે તેવી જ રીતે સામાન્ય સભામા પણ સોફ્ટ કોપી જ આપવામા આવે તેવી શક્યતા રહેલી છે.
આવતીકાલ સોમવારે સુરત મહાનગપાલિકાની સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે. સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિના બજેટમાં પહેલી વાર સ્થાયી સમિતિના તમામ સભ્યોને બજેટની હાર્ડ કોપી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
બજેટની સ્થાયી સમિતિ માટે જે એજન્ડા કાઢવામાં આવ્યો છે તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સભામા આવનાર સભ્યોએ લેપટોપ અને પેન ડ્રાઈવ લઈને આવવાનું રહેશે.
આ પેન ડ્રાઈવમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા ડ્રાફ્ટ બજેટની કોપી આપવામાં આવશે. જેના કારણે સ્થાયી સભ્યોએ પાલકાએ આપેલા લેપટોપનો ઉપયોગ કરીને બજેટ માટેની ચર્ચા કરવી પડશે.
આમ પાલિકાએ પહેલી વાર સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેવી રીતે સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવામા આવશે તેવી જ રીતે આગામી બજેટની સામાન્ય સભા પણ પેપર લેસ કરવા માટે પાલિકા તત્ર આયોજન કરી શકે છે.
જો પાલિકા તંત્ર બજેટની સામાન્ય સભા પેપર લેસ કરશે તો પાલિકાએ આપેલા લેપટોપનો સાચો ઉપયોગ કર્પોરેટરો કરશે.
પરંતુ કેટલાક કોર્પોરેટરો એવા પણ છે તેને લેપટોપનો પુરો ઉપયોગ કરતા નથી આવડતું તેવા લોકો માટે પેપર લેસ સામાન્ય સભા મુશ્કેલી ઉભી કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…