સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયો નિર્ણય Veer Narmad South Gujarat University : સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ( VNSGU ) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે VNSGU સંલગ્ન કોલેજમાં આંતરિક અને બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે.
વિગતો મુજબ ઇન્ટરનલમાં નાપાસ વિદ્યાર્થીઓએ 1 માસમાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
સુરતની VNSGU એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, 2022-23માં ન્યુ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવી હતી.
સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલિંગ બેઠકમાં લેવાયો નિર્ણય
જેથી હવે આંતરિક પરીક્ષામાં કોઈ પણ પ્રકારના ગ્રેસીગ માર્ક્સ અપાશે નહી. જેને લઈ હવે VNSGU સંલગ્ન કોલેજમાં આંતરિક અને બાહ્ય પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. ઇન્ટરનલમાં નાપાસ વિદ્યાર્થીઓએ 1 માસમાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે