સુરતના હીરાબાગ વિસ્તારમાં 18 જાન્યુઆરીના રોજ એક લક્ઝરી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી. તે સમયે જ્યારે બસ મુસાફરો સાથે હીરાબાગ સર્કલ નજીક પહોંચી ત્યારે બસમાં એકાએક શોર્ટસર્કીટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આ ઘટનામાં ગણતરીના સમયમાં જ આગે વિકારાળ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ બસની આગ વધવા લગતા વધારે ટેમ્પરેચરના કારણે બસમાં રહેલી ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થયું હતું.
આ ઘટનામાં એક યુવતી બસની બહાર ન નીકળી શકતા તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.
મંગળવારના રોજ ભાવનગર જવા માટે વિશાલ અને તાનીયા રાજધાની બસમાં બેઠા હતા. આ બસ જ્યારે હિરાબાગ પાસે પહોંચે છે ત્યારે એકાએક બસમાં આગ ભભૂકી ઉઠે છે. જે સમયે બસમાં આગ લાગી ત્યારે વિશાલ અને તાનીયા બસના સોફામાં બેઠા હોય છે.
પણ વિશાલ તેનો બચાવ કરવા માટે સળગતી બસમાંથી પોતાના સોફાની બારીમાંથી કૂદી ગયો હતો. પણ ત્યારબાદ તાનીયાનો બસમાંથી બહાર કૂદવાનો વારો આવ્યો ત્યારે તે બારીમાંથી નીકળી શકી નહીં.
તાનીયાએ બાચાવો બચાવો કરીને લોકોની સામે મદદ માટે હાથ ફેલાવ્યા હતા. પણ બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે કોઈ વ્યક્તિ તાનીયાની મદદ કરી શક્યા નહીં. જેથી તાનીયાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
આ ઘટનામાં જે યુવતીનું મોત થયું છે તેનું નામ તાનીયા હોવાનું જાણવા મળ્યું છે. તાનીયાના લગ્ન થોડા સમય પહેલા ભાવનગર રતાલ કોમ્પ્લેક્ષમાં રહેતા વિશાલ નવલાની નામના યુવક સાથે થયા હતા.
તાનીયા અને વિશાલ લગ્ન બાદ હનીમૂન માટે ગોવા ગયા હતા. ગોવા જવા માટે વિશાલે સુરતથી ફ્લાઈટ બૂક કરાવી હતી. તેથી તેમને બસમાં સુરત આવું પડ્યું હતું. ગોવા પરત ફરીને જ્યારે વિશાલ અને તાનીયા ભાવનગર પરત જઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.
આ ઘટનાના CCTV ફૂટેજ પર સામે આવ્યા છે. તેમાં પણ દેખાઈ રહ્યું છે કે, બસ 9:37 મીનીટે હીરાબાગ સર્કલ નજીક પહોંચે ત્યારે બ્લાસ્ટ સાથે બસમાં આગ લાગી જાય છે. પહેલા બસ ઝટકા ખાઈ બંધ થઇ જાય છે.
ત્યારબાદ બસમાંથી ધૂમાડા નીકળવા લાગતા લોકો તાત્કાલિક બસ નજીક દોડી આવે છે અને બસમાં રહેલા મુસાફરોને નીચે ઉતારવા લાગે છે. આ ઘટનાની જાણ થતા કાપોદ્ર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
તેમના તાનીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બસમાં આગ કઈ રીતે લાગી તેની માહિતી મેળવવા માટે ફોરેન્સિક ટીમની મદદ લીધી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બસના ડ્રાઈવરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.