સુરત હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાની તારીખ જાહેર હીરા નગરી સુરતમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર થઈ, સુરતમાં હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે. કેમ વેકેશન પૂરું થવાની તારીખ જાહેર ન કરાઇ?
સુરત હીરા ઉદ્યોગમાં વેકેશન પડવાની તારીખ જાહેર
હીરા નગરી સુરતમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર થઈ છે. સુરતમાં હીરાના વિવિધ યુનિટોમાં 5 નવેમ્બરથી લઈને 9 નવેમ્બર સુધીમાં વેકેશન પડશે. અમુક કારખાનામાં અગાઉથી જ પોસ્ટરો લગાવી જાહેરાત કરવામાં આવી હતી. જેને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રદિયો આપી વેકેશનની જાહેરાત કરી હતી.
સુરત એટલે હીરા નગરી અને સમગ્ર દુનિયામાં હીરા પુરા પાડનાર સુરત માટે દિવાળી ખાસ હોય છે. આખા વર્ષ દરમિયાન કામગીરી કરી દિવાળીએ વેકેશન પાડવામાં આવતું હોય છે અને વેકેશન પહેલા તમામ હિસાબ કિતાબ મેળવી કર્મચારીઓને પગાર ચૂકવી દિવાળી વેકેશન પાડવામાં આવે છે. ત્યારે હીરા ઉદ્યોગમાં વેકેશનને લઈ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવી હતી. 5 નવેમ્બરથી લઈ 9 નવેમ્બર સુધી સુરતના તમામ નાના મોટા યુનિટમાં વેકેશન પાડવામાં આવશે.
આ વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગમાં મંદી અને તેજી વચ્ચે ચાલતો રહ્યો છે. દિવાળી બાદ તેજી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું .જેને લઈ હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી હતી અને મંદીનું ગ્રહણ લાગ્યું હતું. તે દરમિયાન હીરા વેપારીઓએ યુક્તિ પ્રયુક્તિથી વેપાર કરી અને હીરા ઉદ્યોગને મંદીમાં પણ સંતુલન બનાવી ચાલુ રાખવામાં આવ્યું હતું. જેથી રત્નકલાકારો બેરોજગાર ના થાય. હાલ પણ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, 15 ડિસેમ્બર સુધી રફ હીરાની આયાત નહીં કરવી. કારણ કે આમ કરવાથી રફનો સ્ટોક પૂર્ણ થઈ જવાથી મંદીમાં સંતુલન બનાવી શકાય. હાલ હીરા ઉદ્યોગમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, મંદી વચ્ચે તમામ વેપારીઓ પણ અટવાઈને બેઠા છે. જેથી આગામી દિવસોમાં વેકેશન ખુલવાની તારીખ જાહેર કરવામાં આવશે. સરેરાશ દર વર્ષે 20થી 22 દિવસનું દિવાળી વેકેશન હોય છે પરંતુ હાલની પરિસ્થિતિના કારણે વેકેશન ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે