દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરનો કેર સતત ચાલી રહ્યો છે. મેડિકલ ઓક્સીજનની જરૂરત વધી ગઈ છે. સંકટની આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે ભારતીય વાયુ સેના, સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારને મદદ આપવા માટે ભારતીય વાયુસેનાએ મોરચો સંભાળ્યો છે અને ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર જરૂરી દવાઓ, ઉપકરણો અને સ્વાસ્થ્યકર્મીઓ સુધી એરલિફ્ટ કરવાના શરૂ કરી દીધા છે. ભારતીય વાયુસેનાના C-17 અને IL-76 વિમાનોએ દેશમભરના સ્ટેશનો પર મોટી ઑક્સીજન ટેન્કરોને એરલિફ્ટ કરવાના શરૂ કરી દીધી છે, જેથી ઓક્સીજનના વિતરણમાં ઝડપ લાવી શકાય.
તમને જણાવી દઈએ કે ભારત મેડિકલ ગ્રેડ ઑક્સીજન માટે ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશભરની અનેક હૉસ્પિટલો હવે ડરવાણી સ્થિતિમાં આવી ગઈ છે. કાલે વાયુ સેનાએ પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં વાયુ સેના પરિવાહનમાં મોટો સહયોગ કરી રહી છે. દેશભરમાં ચિકિત્સા સુવિધાઓ પહોંચાડવા અને કોરોના હૉસ્પિટલોના નિર્માણ માટે તેઓ ચિકિત્સકર્મીઓ, ઉપકરણો અને દવાઓને એરલિફ્ટ કરી રહી છે.
સંકટના આ સમયમાં વાયુ સેના જરૂરી ઉપકરણો અને ચિકિત્સકર્મીઓને એરલિફ્ટ કરીને દિલ્હી પણ પહોંચાડ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વાયુ સેનાના વિમાનોએ કોચ્ચી, મુંબઈ, વિશાખાપટ્ટનમ અને બેંગ્લોરથી ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને દિલ્હી પહોંચાડ્યા છે. તો ચિકિત્સકર્મી રાજધાનીમાં સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા (DRDO) તરફથી બનાવવામાં આવી રહેલી અસ્થાઈ હૉસ્પિટલના નિર્માણમાં મદદ કરશે. વાયુ સેનાના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં કોરોના સેન્ટર્સ માટે વાયુ સેનાએ બેંગ્લોરથી DRDOના ઑક્સીજન કન્ટેનરને પહોંચાડ્યા છે.
તો દેશમાં ઝડપથી વધતા કોરોના વાયરસના સંક્રમણના કારણે બેકાબૂ થતી પરિસ્થિતિઓને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 મહત્ત્વની બેઠક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક બાદ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોના વાયરસની બીજી લહેરને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ 32 હજાર 730 નવા કેસ સામે આવ્યા હતા, તો છેલ્લા 24 કલાકમાં 2,255 મોત થયા છે.
તેમાં સૌથી વધારે 568 મહારાષ્ટ્રમાં મોત થયા છે. ત્યારબાદ દિલ્હી 306, છત્તીસગઢ 207, ઉત્તર પ્રદેશ 195, ગુજરાત 137, કર્ણાટકમાં 123, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 75 લોકોના મોત થયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1,686 મોત થયા…