નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સુરત જિલ્લાના શાળા-
કોલેજના ૨૪૦૦થી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી.
આ અવસરે શિક્ષણના સાચા કર્મયોગી શિક્ષકોને સંબોધતા વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,હ્દય હુમલાના દર્દીઓના જીવ બચાવવા સીપીઆર (કાર્ડિયો પલમોનરી રિસસ્ટિકેશન)ની તાલીમ મેળવવી ખૂબ જરૂરી છે. ત્યારે શિક્ષક સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા છે. માતા બાળકને જન્મ આપે છે
નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ
પરંતુ જીવન જીવતાં શીખવવાનું કાર્ય શિક્ષકો જ કરે છે. આમ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવે તો આવનાર સમયમાં ઘર ઘર સુધી આ તાલીમ પહોંચશે. એટલે ડોક્ટર સેલ, આરોગ્ય વિભાગ, શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.
મૂલ્યવાન જીવન બચાવવા શિક્ષકો મદદરૂપ બને તે આશય સાથે સીપીઆર તાલીમ દરેક નાગરિકોએ તાલીમ બધ્ધ થવું જોઈએ અને સીપીઆર તાલીમ હદય રોગના હુમલા માટે અતિ મહત્વની ભૂમિકા ભજવશે એમ મંત્રીએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે