Abhayam News
AbhayamNews

કોરોનાનો કપરો સમય જોતા ભારતીય સેના મદદે આવી: અમદાવાદમાં ખોલશે મિલટ્રી હોસ્પિટલ, રાજનાથ સિંહે આપ્યા આદેશ..


દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે સૈન્ય સંસ્થાઓ પણ કમર કસવા લાગી છે. જનતાને સેવા આપવા માટે સેના પણ તત્પર બની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેનાને તૈયાર રહેવા આદેશ આપ્યા છે. ત્રણેય સેના ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનાએ હોસ્પિટલની હોસ્પિટલોને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. સેના પ્રમુખ જનરલ નરવણે અને રક્ષા સચિવ અજય કુમારે એક સાથે બેઠકમાં રાજનાથ સિંહે અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક કમાંડરે પોતાના સંબધિત મુખ્યમંત્રીઓ મળવા અને આ સંકટના સમયમાં જરૂરિયાત પ્રમાણે મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રક્ષા મંત્રાલય દ્વારા લેવાયેલો આ નિર્ણય રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલી આજીજી બાદ લેવાયો છે.

મંત્રાલયે તમામ 63 છાવણી બોર્ડોને પણ કહ્યુ છે કે, તે છાવણી પરિસરની બહાર રહેતા લોકો માટે પોતાનું દરવાજા ખોલે. DRDO દિલ્હી, લખનઉ, અમદાવાદ, પટના અને નાસિક સહિત પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલોને ચાલુ કરીને ફરી વાર તેનું સંચાલન શરૂ કરે.

500 બેડ લગાવશે DRDO

આપને જણાવી દઈએ કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે દિલ્હી એરપોર્ટ નજીક સ્થિત એક હોસ્પિટલ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમણે માહિતી આપી કે સોમવારે આ મેડિકલ સેન્ટર 250 બેડથી શરૂ થયું છે અને તેની ક્ષમતા થોડા દિવસોમાં વધારીને 500 પથારી કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ બેડ ઓક્સિજન સિલિન્ડરોથી સજ્જ હશે અને આ કેન્દ્રમાં યોગ્ય સંખ્યામાં વેન્ટિલેટર અને અન્ય પાયાની તબીબી સુવિધા હશે.

અગાઉ સંરક્ષણ પ્રધાને ડીઆરડીઓને નિર્દેશ આપ્યો હતો કે લખનૌમાં કોવિડ -19 ના દર્દીઓ માટે 250 થી 300 પથારીવાળી બે હોસ્પિટલો બનાવવી. શુક્રવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ દરેક હોસ્પિટલમાં 250 થી 300 પથારી હશે.

Related posts

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam

જેણે બંને ડોઝ લઈ લીધા એનું શું:-કોવિશિલ્ડના બીજા ડોઝનું અંતર ફરીથી વધ્યું,જાણો અહીંયા

Abhayam

તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા પીએમ મોદી

Vivek Radadiya