પ્રકૃતિનો આનંદ ઉઠાવવા ફરી આવો ભારતના આ 6 ગામડા ગ્રામીણ ભારતને એક્સપ્લોર કરવું જોઈએ
મુન્નાર કેરળનું એક ખૂબજ સુંદર હિલ સ્ટેશન છે
ખજ્જિયારને ભારતનું નાનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે
ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જયાં તમને ભાષાની સાથે સંસ્કૃતિ અને રીતરિવાજમાં પણ વિવિધતા જોવા મળશે. તમને અહિયાં પર્વત, સમુદ્ર, મેદાન અને રણ જોવા મળશે. એવામાં પણ જો તમે શહેરમાં રહેતાં હોય અને 9થી 5ની નોકરી અને રસ્તા પર થતાં ટ્રાફિકથી થાકી ગયા હોય તો તમારે જરૂરથી આ ગ્રામીણ ભારતને એક્સપ્લોર કરવું જોઈએ. જાણો ભારતનાં આ ગામો વિશે જયાં તમારે ચોક્કસ ફરવાં જવું જોઈએ. આ ગામ એટલાં સરસ છે કે ત્યાં તમે શહેરની ભીડ અને ઘોંઘાટને જરૂર ભૂલી જશો. જાણીએ ભારતનાં આ સરસ અને શાંત ગામો વિશે.
કસોલ, હિમાચલ પ્રદેશ
આ ગામ પાર્વતી નદીનાં કિનારે આવેલું છે. ત્યાં આગળ તમે ટ્રેકિંગ અને કૈપિંગનો આનંદ માળી શકશો.
પ્રકૃતિનો આનંદ ઉઠાવવા ફરી આવો ભારતના આ 6 ગામડા
નુબ્રા વેલી
નુબ્રા વેલી લદ્દાખમાં આવેલી એક ઘાટી છે. આ વેલી કારગિલ અને લેહની વચ્ચે આવેલી છે. નુબ્રા વેલી તેની પ્રાકૃતિક સુંદરતા અને બરફનાં પર્વતો માટે જાણીતી છે. અહીં અનેક પ્રકારના મઠો અને ધાર્મિક સ્થળો આવેલા છે.
મુન્નાર, કેરળ
મુન્નાર કેરળનું એક ખૂબજ સુંદર હિલ સ્ટેશન છે. ત્યાં તમને ચારે બાજુ ચાનાં બગીચા જોવા મળશે. ત્યાં ખૂબજ શાંતિ હોય છે. તમે શહેરની ભીડને ભૂલી જશો.
જીરો, અરુણાચલ પ્રદેશ
જીરો ઘાટી અરુણાચલ પ્રદેશમાં આવેલી એક ખૂબજ સુંદર જગ્યા છે. ત્યાં દરવર્ષે જીરો મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે.
ખજ્જિયાર, હિમાચલ પ્રદેશ
ખજ્જિયારને ભારતનું નાનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. જો તમે શાંતિ અને પ્રાકૃતિક સુંદરતા એક જ જગ્યાએ જોવા માગતા હોય તો, ખજ્જિયારથી સારી બીજી કોઈ જગ્યા જોવા નહીં મળે.
પંગોટ, ઉત્તરાખંડ
આ જગ્યા નૈનીતાલથી માત્ર 45 કિલોમીટર જ દૂર છે. અહીંયા તમને નૈનીતાલથી પણ વધુ શાંતિ જોવા મળશે. આ જગ્યા તેની પ્રાકૃતિક સુંદરતા સાથે પક્ષીઓ માટે પણ જાણીતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે