Abhayam News
AbhayamNews

797 કરોડની આ મહત્વપૂર્ણ યોજનાને CM આપી મંજૂરી, જાણો કોને મળશે લાભ..

  • કપરાડા-ધરમપુર માટે 797 કરોડની યોજનાને મંજૂરી.
  • 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને CMની મંજૂરી.
  • 37 આદિજાતિ ગામોની 34 હજાર એકર જમીનને લાભ થશે.
  • 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને CMની મંજૂરી.
  • 163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી અપાશે પાણી.
  • અંતરિયાળ વિસ્તારોને મળશે લાભ.

રાજ્યમાં આદિજાતિ વિકાર અને તેમના વિસ્તારને લઈ મખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ નો નિર્ણય છે મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તાર ધરમપૂર અને કપરાડાના વન બંધુઓને સિંચાઈ અને પાણીની સુવિધા મળી રહે તે માટે બહુહેતુક યોજનાને મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રીએ  જણાવ્યું છે કે દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખવાથી કેનાલ ડિસચાર્જ વધારીને ધરમપૂર-કપરાડાના ગામોને પાણી આપવા આવશે આ લિફ્ટ ઇરીગેશન-ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. પાઇપલાઇન નેટવર્કથી દુર્ગમ આદિજાતિ વિસ્તારોની 34 હજારથી વધુ એકર જમીનને લિફ્ટ ઈરીગેશનનો લાભ મળશે અને કપરાડાના 24 ગામોની આશરે 19 હજાર એકર જમીનને સિચાઈની સુવિધા મળશે તેમજ ધરમપૂરના 13 ગામોની અંદાજે 13,450 એકર જમીનને પણ સિંચાઈની સુવિધા મળશે થશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. તેમજ આ બે તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

લોકડાઉનને કારણે આકાશમાં વિમાનની અંદર 130 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા..

Abhayam

7 લાખનું બજેટ છે આ કાર, 26 KMની માઈલેજ અને 5 સ્ટાર રેટિંગ

Vivek Radadiya

Credit Card યુઝર્સ જરા આ 5 મુદ્દાઓ સમજી લેજો

Vivek Radadiya