Abhayam News
Abhayam

દેશ વાસીઓએ ચુકવ્યો રેકોર્ડ બ્રેક GST

દેશ વાસીઓએ ચુકવ્યો રેકોર્ડ બ્રેક GST 2017માં જીએસટી લોન્ચ થયા બીજી વાર સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોને કારણે સરકારની જીએસટીની આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર 2023માં 1.72 લાખ કરોડનું જીએસટી કલેક્શન રહ્યું છે. આ આંકડો 2017માં જીએસટી લોન્ચ થયા બાદ બીજું સૌથી વધારે છે દેશ વાસીઓએ ચુકવ્યો રેકોર્ડ બ્રેક GST

નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2023ના આંકડા જાહેર કર્યાં 
નાણાં મંત્રાલયે ઓક્ટોબર 2023 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1,72,003 કરોડ રૂપિયા છે. તેમાંથી 30,062 કરોડ રૂપિયા સીજીએસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ જીએસટી કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે 11 ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 13 ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.

ઓક્ટોબરમાં કેમ વધ્યું જીએસટી કલેક્શન
ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વિપક્ષ વિના ચાલશે સંસદ?

Vivek Radadiya

લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરો

Vivek Radadiya

એક ડિસેમ્બરે ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Vivek Radadiya