વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો છે ચિરાગ ભરવાડ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કુખ્યાત ચિરાગ ભરવાડએ ક્રાઇમની દુનિયામાં કાંઈ બાકી જ ન રાખ્યું હોય તેમ અનેક ગુનામાં તેમની સંડોવણી ખુલી છે. ધારાસભ્યના ભાઈ પર હુમલાથી માંડી ચમડાતોડ વ્યાજની વસુલાત સહિત 16 થી વધુ ગુનાઓનો તેમના માથા પર આરોપ છે. ત્યારે કૌભાંડી કરૂણેશને મદદ કરનારા માથાભારે ચિરાગ રેવા મેર ઉર્ફે ભરવાડનું સુરત પોલીસે આજે સરઘસ કાઢ્યુ હતું.
હત્યા,વ્યાજખોરી સહિતના ગંભીર ગુનાનો આરોપી
ઉતરાણ વિસ્તારમાં માથાભારે ચિરાગ ભરવાડે ધારાસભ્યના ભાઈ પર હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે આજે સુરત પોલીસે ચિરાગ ભરવાડનું આજે સરઘસ કાઢ્યું હતું. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા ગેંગસ્ટરનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. જે જગ્યા પર ગેંગસ્ટર ચિરાગે હુમલો કર્યો હતો ત્યાં ઘટનાનું આજે રીકંસ્ટ્રકશન કરાયું હતું.
સોપારીને લઈને ગેરકાયદેસર કામ કરતો હતો
આરોપી ચિરાગ ભરવાડ પર હત્યા, વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનાઓ દાખલ છે. 16થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચિરાગ ભરવાડના ચહેરા પર એક પણ ગુનાનો અફસોસ જોવા મળતો ન હતો.. ઉલટાનો પોતાનો રૌફ જમાવતો હોય તેવુ જોવા મળ્યું હતું. મૂળ બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ ગઢડાના માંડવા ગામનો ચિરાહ વતની છે. આરોપી ચિરાગ જીગ્નેશનગર, પટેલનગરની બાજુમાં ડીંડોલી બ્રીજ પાસે, ગોડાદરા અને એલીગેન્ઝા હાઈટસની સામે સહિત અનેક જગ્યાઓ પર તે હવાલા અને સોપારીને લઈને ગેરકાયદેસર કામ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે