Abhayam News
Abhayam

મુખ્યમંત્રીનું મોટું એલાન, અનામત 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ

resrvation

મુખ્યમંત્રીનું મોટું એલાન બિહારના મુખ્યમંત્રીએ અનામત વધારાનો પ્રસ્તાવ રજૂ કરીને એક મોટો દાવ ખેલ્યો છે. બિહાર સરકાર અતિ પછાત અને ઓબીસી માટે અનામતની લિમિટ વધારવા માગે છે.

  • બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો મોટો દાવ
  • અનામતની લિમિટને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ 
  • એસસી અનામતની મર્યાદા 16 ટકાથી 20 ટકા કરવાની પણ દરખાસ્ત

બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી
ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે, જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આખા સદનમાં આ નિવેદન દરમિયાન અજીબોગરીબ સ્થિતિ જોવા મળી હતી. આ વાત પર મહિલા ધારાસભ્ય ગુસ્સે દેખાયા હતા. સાથે જ કેટલાક અન્ય ધારાસભ્યો હસી રહ્યા હતા.

બિહારમાં અનુસૂચિત જનજાતિઓમાં 42.70 ટકા ગરીબ પરિવારો
વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવાયું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિઓમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ પરિવારોમાંથી 42.93 ટકા પરિવારો ગરીબ છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં 33 ટકા લોકો શાળાએ પણ ગયા ન હતા. એટલું જ નહીં, ભૂમિહાર પરિવારો રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ છે. પછી બ્રાહ્મણ પરિવારો છે.

શું વધી શકે અનામત મુખ્યમંત્રીનું મોટું એલાન
અનામતના કિસ્સામાં સુ્પ્રીમ કોર્ટનો સ્પસ્ટ નિર્દેશ છે કે કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધારે અનામત ન આપી શકે પરંતુ બિહારના સીએમનું એલાન જોતા તેઓ રાજ્યમાં 75 ટકા સુધી અનામત વધારવા માગે છે.

કઈ જાતિને કેટલું અનામત
બિહાર સીએમની જાહેરાત અનુસાર, 43 ટકા ઓબીસીને, અતિ પછાત માટે 10 ટકા, એસસીને 20 ટકા અને એસટીને 1 ટકા અનામત વધારાની દરખાસ્ત કરાઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મુંબઈ મેયરપદના ઉમેદવાર તરીકે રિતેશ દેશમુખ અને સોનું સુદના નામ ચર્ચામાં.

Deep Ranpariya

સુરત:-શહીદ જવાનોના પરિવાર માટે દેવાણી પરિવારે પુત્રના લગ્નમાં 1 લાખ દાન આપ્યું…

Abhayam

સુરતના કોસંબામાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યો વધુ એક વેપારી યુવક

Vivek Radadiya