Abhayam News
AbhayamTechnology

તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે ઘરે બેઠા

Check if your phone is hacked at home like this

તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે ઘરે બેઠા મિત્રો આજકાલ ટેકનોલોજી ના યુગમા તમારો ફોન (Smartphone Hack Check) હેક થવાની અને તમારી સાથે ફ્રોડ થવાની ફરિયાદો ખૂબ જ વધતી જાય છે. ત્યારે ઘણી વખત ગઠીયાઓ તમારો સ્માર્ટફોન હેક કરીને તમારા ફોનમાથી બેંક બેલેન્સ અને અન્ય ડેટાની ચોરી કરી લે છે. તો ચાલો જાણીએ કે આપણો ફોન હેક થયેલો છે કે નહી તે ચેક કેવી રીતે કરવુ.

Check if your phone is hacked at home like this

અત્યારના ડિજીટલ યુગમા મોટાભાગના લોકો સ્માર્ટફોન મોબાઇલ જ વાપરતા હોય છે. જોકે આપણે મોબાઇલ (Smartphone Hack Check)હેક થવાનો અને તેમાથી તમારી પર્સનલ ડેટા ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ઘણા ખરા હેકર્સ લોકોના ડેટા ચોરી માટે તેમને મોબાઇલ ટ્રેક કરતા હોય છે. જો કે મોબાઇલ ટ્રેક થતો હોય તો સામાન્ય રીતે યુઝરને ખબર હોતી નથી. નીચે કેટલાક એવા કોડ છે જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા મોબાઇલને ટ્રેક કરવામાં આવી રહ્યો છે કે નહીં?

આ અંગે અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામા આવી છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે ઘરે બેઠા

Check if your phone is hacked at home like this

કોડ *#67#

  • સૌથી પ્રથમ તમારા ફોનમા ડાયલર ઓપન કરી તેમા *#67# ડાયલ કરી તેના પર કોલ કરો.
  • આવુ કરવાથી તમારા ફોન મા એક USSD કોડ એકટીવ થશે જે તમને બતાવશે કે તમારા ફોનમા કઇ કઇ ફોરવર્ડ સર્વીસીસ એકટીવ છે.
  • જો કોઇ સર્વીસ તમારા ફોનમા એકટીવ હશે તો સ્કેમર્સ તમારા ફોનમા આવતા OTP/CALL/ MSG મેળવી શકે છે.
  • જો આવી કોઇ પણ પ્રકારની સર્વીસીસ એકટીવ હોય તો તેને ડી-એકટીવ કરવા માટે તમે #002# ડાયલ કરી તે સર્વીસીસને સ્ટોપ કરાવી શકો છો.

કોડ * # 62 #

  • જ્યારે કોઈ આપણને કોલ કરે છે, ત્યારે ઘણી વખત તમારો નંબર નો સર્વિસ અથવા નો આન્સર આવુ કહેતુ હોય છે. તેથી આવી સ્થિતિમાં, તમે તમારા ફોનમાં * # 62 # કોડ ડાયલ કરી અને કોઈએ આપણો નંબર રીડાયરેક્ટ કરેલો છે કે નહિ તે ચેક શકશો. આ સિવાય, તમારો મોબાઈલ નંબર ઓપરેટરના નંબર પર પણ રીડાયરેક્ટ કરવામાં આવતો હોય છે.
Check if your phone is hacked at home like this

કોડ ## 002 #

  • સ્માર્ટફોન માટે આ કોડ ખૂબ જ ઉપયોગી છે, તેની મદદથી તમે કોઈપણ ફોનમા એકટીવ તમામ ફોરવર્ડિંગ સર્વીસીસને ડિ-એક્ટિવ કરી શકો છો. જો તમને એવુ લાગે કે તમારો કોલ ક્યાંક ડાયવર્ટ કરવામા આવ્યો છે, તો પછી તમે આ કોડ ડાયલ કરીને ડાયવર્ટ સર્વીસને બંધ કરી શકો છો.

કોડ * # 21 #

  • તમારા ફોનમાં * # 21 # કોડ ડાયલ કરીને, તમે સરળતાથી જાણી શકો છો કે કોઈકે મેસેજ કોલ અથવા ડેટાને બીજે ડાયવર્ટ કરેલ છે કે નહિ?. જો તમારો કોલ ક્યાંક ડાઇવર્ટ કરવામાં આવેલ છે, તો આ કોડની સહાયથી તમને નંબર સહિત સંપૂર્ણ વિગતો જાણી શકીએ છીએ. તમારો કોલ જે નંબર પર ડાયવર્ટ કરાયો હોય તે નંબર પણ સરળતાથી જાણી શકાય છે.
Check if your phone is hacked at home like this

કોડ * # * # 4636 # * # *

  • તમે તમારા ફોન વિશે સંપૂર્ણ માહિતી આ કોડની મદદથી મેળવી શકો છો. જેમ કે ફોનની બેટરી Wi-Fi કનેક્શન, મોડલ, રેમ વગેરે. આ કોડને ફ્રીમાં ડાયલ કરી ને ફોનની તમામ માહિતી મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મોરારીબાપુએ તારાપુર નજીકના અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને આટલા રૂપિયાની કરી સહાય…

Abhayam

WhatsApp પર સ્પેમ મેસેજ શેર કરવાનું ટાળો

Vivek Radadiya

જુઓ ફટાફ્ટ:-દેશનું સોથી મોટું રેમડેસિવિર કૌભાંડ,એક ઇન્જેક્શન કેટલામાં વેચતા…

Abhayam