Abhayam News
AbhayamBusinessGujaratNews

અહીં મળશે સૌથી સસ્તી કાર

અહીં મળશે સૌથી સસ્તી કાર સરખેજ હાઇવે પર સેકન્ડ હેન્ડ કાર માટેની અનેક દુકાનો આવેલી છે. આ સ્થળેથી સારી ગુણવત્તાવાળી કાર ખરીદીને આપ આપનું કારનું સપનું સાકાર થઈ શકે છે. અહીં તમને અલ્ટોથી લઈને ઓડી સુધીની તમામ કાર મળી રહે છે.

અહીં મળશે સૌથી સસ્તી કાર

આપ આ સ્થળેથી તમારા બજેટમાં મનપસંદ કાર વસાવી શકો છો. આ સ્થળ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટેનું વિશ્વસનીય સ્થળ બન્યું છે. સારી કન્ડિશન ધરાવતી એકથી એક ચડિયાતી સેકન્ડ હેન્ડ અહીં સરળતાથી મળી રહે છે.

અહીં સેકન્ડ હેન્ડ કારની શરૂઆત 70 હજાર રૂપિયાથી થાય છે. આ ગાડીના મોડલ આશરે 5થી 6 વર્ષ જૂના હોઈ શકે છે. જો ખરીદનાપ પાસે પૂરતા પૈસા ન હોય, તો ડીલર ફાઇનાન્સની સુવિધા પણ પૂરી પાડે છે, જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે.

આ સ્થળે વોક્સવેગન પોલો, મારૂતિ સુઝુકી, ટાટા, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, ટોયેટા જેવી ગાડીઓનું વેચાણ કરવામાં આવે છે. બજેટ મુજબની ગાડી તમે અહીંથી ખરીદી શકો છો. આ ઉપરાંત અહીં તમને લક્ઝુરિયસ કારોના પણ ઓપ્શન મળી રહે છે, જેમા જેગુઆર, રેન્જ રોવર, મર્સિડીઝ જેવી અન્ય લક્ઝુરિયસ કારો પણ જોવા મળશે.

એક ડીલર જણાવ્યું હતું કે, સેકન્ડ હેન્ડ ગાડી ખરીદતી ગાડીની કંડિશન ચેક કરવી જરૂરી છે. ખરીદતા પહેલાં સેકન્ડ હેન્ડ કારને 50 કિલોમીટર જેટલી ચલાવવી જોઈએ અને કારની યોગ્યતા વિશે તપાસ કરવી જોઈએ.

જો આપ અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં રહો છો અને આપ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ બજારની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં ઉજવણી

Vivek Radadiya

PM મોદી::સક્કરબાગઝૂ માં 4 ચિત્તા લાવ્યા હતા મોદીએ કહ્યું- નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે.

Archita Kakadiya

 પોણા બે કરોડ પ્રવાસીઓને ગમ્યું આ સ્થળ

Vivek Radadiya