Abhayam News
AbhayamGujaratNewsSurat

ચૌટા બજાર તમારા બજેટમાં દિવાળીની ખરીદી માટેની જોરદાર જગ્યા, તમામ વસ્તુઓમાં થશે ભારે બચત

ઘર વપરાશની વસ્તુઓથી જ્વેલરી અને ફેશનના દરેક ક્ષેત્રમાં આર્ટ અને ક્રાફ્ટનું કલ્ચર વધી રહ્યું છે. ઓછું ભણેલી યુવતી અને યુવા સાથે સાથે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ કરનાર મહિલાઓ પણ હવે આર્ટને પ્રોફેશન બનાવી રહી છે અને સારી એવી આવક મેળવી રહી છે. ત્યારે ક્રાફ્ટિંગ માટેના રો-મટીરીયલ માટે સુરતના ચૌટા બજાર વિસ્તારમાં આવેલું ક્રાફ્ટિંગ માર્કેટ જાણીતું છે. આ હોલસેલ બજાર 22 વર્ષ જૂનું છે.

ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રાફ્ટિંગની વસ્તુઓની માંગ છે. કપડા, ઘર સજાવટની વસ્તુઓ અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ છે, જેને હસ્તકલાની કુશળતાથી વધુ આકર્ષક બનાવવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ એવી મહિલાઓ છે, જેમણે નાના પાયે ક્રાફ્ટિંગનો બિઝનેસ પણ શરૂ કર્યો છે.સુરત એક આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે

આ માર્કેટમાંથી કાગળ, માટી, લાકડું, પથ્થર, ધાતુ , જ્વેલરી વગેરે જેવી અનેક વસ્તુઓનું મટીરીયલ લઈને લોકો ક્રાફટની ઉત્કૃષ્ટ પ્રોડક્ટ બનાવે છે. આ સિવાય વેસ્ટ માંથી બેસ્ટ જેવી વસ્તુઓનું મટીરીયલ પણ અહીં મળી રહે છે. જેમાંથી ઇનોવેશન કરીને લોકો ક્રાફ્ટિંગની એવી વસ્તુ તૈયાર કરે છે, જેને જોઈને ભલભલા દંગ રહી જાય 

હાથથી બનાવેલી જ્વેલરી મોટે ભાગે દરેક મહિલાને અને યુવા યુવતી ને પ્રિય હોય છે. આજના સમયમાં એન્ટીક જ્વેલરીની ઘણી માંગ પણ છે. મીનાકારીથી લઈને કુંદનના અલગ અલગ પીસનો ઉપયોગ કરીને અત્યંત સુંદર જ્વેલરી બનાવવામાં આવી રહી છે. ત્યારે તેની બેઝિક વસ્તુઓને માટે સ્થાનિક બજારમાં ખાસ દુકાનો છે. જ્યાં હેન્ડમેઈડ જ્વેલરી બનાવવા માટે વપરાતી વસ્તુઓ હોલસેલમાં મળે છે.

ક્રાફ્ટિંગમાં આજકાલ મીણબત્તી બનાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. જેમાં સરળતાથી ઓછી કિંમતે તેને ઘરે જ બનાવી શકાતી હોય છે. જેને લઇને આ માર્કેટ બનાવવાના અલગ અલગ વેક્સ, બીબા, દોરા ડેકોરેશનની સામગ્રી હોલસેલ ભાવે મળી રહે છે. જેનાથી વિવિધ પ્રકારની રંગબેરંગી અને ડિઝાઇનર મીણબત્તીઓ બનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ પટેલે અમેરિકામાં મચાવી દીધો ખળભળાટ

Vivek Radadiya

ભારતીય ઈતિહાસના સૌથી સફળ PM છે નરેન્દ્ર મોદી

Vivek Radadiya

નકલી સરકારી કચેરીમાં  થયા મહત્વના ખુલાસા

Vivek Radadiya